જાણો કોણ છે નરગીસ ફખરીના પતિ ટોની બેગ? આ કપલે ક્યારે અને ક્યાં લગ્ન કર્યા?

બહુ ઓછા લોકો જાણે છે કે નરગીસ ફખરી પરિણીત છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. નરગીસ આ માહિતી જાહેર કરવા માંગતી નહોતી, પરંતુ આ રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે તે એક કાર્યક્રમમાં પહોંચી ત્યારે ફરાહ ખાને કહ્યું હતું આવ અને તારા પતિ ટોની બેગ સાથે ઊભી રહે.
હવે વાત કરીએ નરગીસના પતિની. નરગીસનો પતિ લોસ એન્જલસમાં રહેતા કાશ્મીરી ઉદ્યોગપતિ છે. ટોની બેગ ડાયોસ ગ્રુપ નામની એક બહુરાષ્ટ્રીય કંપનીના ચેરમેન છે. આ કંપનીની શાખાઓ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં ફેલાયેલી છે. નરગીસના પતિએ ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.
આ પણ વાંચો : નરગીસ ફખરીની બહેનની ધરપકડ, એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ
કરોડપતિ છે અભિનેત્રીનો પતિ
તેમણે 2006માં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને હવે તેઓ કરોડપતિ છે. નરગીસ અને ટોની 2022થી રિલેશનશિપમાં હતા. ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, આ દંપતીએ 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ લગ્ન કર્યા. આ દંપતીના લગ્ન કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ સ્થિત ફોર સીઝન્સ હોટેલમાં થયા હતા.
આ પણ વાંચો : ગુપચુપ લગ્ન કરનારી નરગીસ ફખરી પહેલીવાર પતિ સાથે જોવા મળી, જુઓ તસવીરો
આ દંપતીએ તેમના લગ્ન ખૂબ જ ખાનગી રાખ્યા હતા. ફક્ત નજીકના સંબંધીઓ અને થોડા મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન પછી, નરગીસ અને તેના પતિ તેમના હનીમૂન માટે સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા. આ લગ્નની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમાં કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર સામેલ નહોતા. દંપતીના લગ્નની કેક પર પણ ફક્ત “હેપ્પી મેરેજ” અને “NF&TB” લખેલા હતા. જ્યારથી નરગિસના લગ્નની વાત જાહેર થઈ છે, ત્યારથી તે તેના પતિ સાથે કાર્યક્રમોમાં જોવા મળે છે.