નાગિન 7માં પ્રિયંકા ચૌધરી સાથે જોડી બનાવનાર કોણ છે નમિક પોલ? જાણો અગાઉ કેટલા શો કર્યા છે

મુંબઈ: ટીવી જગતનો સૌથી લોકપ્રિય અને ચર્ચિત સુપરનેચરલ શો ‘નાગિન’ તેની સાતમી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે નિર્માતાઓએ આ શોની સ્ટારકાસ્ટનું ઈન્ટ્રોડક્શન કરવ્યું છે. આ વખતે શોની સ્ટોરી એકદમ નવા અંદાજમાં અને નવી જોડી સાથે રજૂ કરવામાં આવશે. તાજેતરમાં મીડિયા સામે થયેલા લોન્ચિંગ દરમિયાન કલાકારોએ પોતાની હાજરીથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે, જેના કારણે ફેન્સમાં આ શોને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
‘નાગિન 7’ માં આ વખતે ‘ઉડારિયાં’ અને ‘બિગ બોસ’ ફેમ પ્રિયંકા ચાહર ચૌધરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે હેન્ડસમ હંક નમિક પોલ લીડ રોલમાં નજર આવશે. શોના લોન્ચિંગ દરમિયાન બંનેએ શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેણે તેમની કેમિસ્ટ્રીની ઝલક આપી દીધી છે. આ સિવાય શોમાં ઈશા સિંહ અને કરણ કુન્દ્રા પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફ્રેશ જોડીને પડદા પર જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બિગ બોસમાં દેખાયા બાદ પ્રિયંકા ચૌધરી તો ઘરે-ઘરે જાણીતું નામ બની છે, પરંતુ નમિક પોલ માટે આ શો તેની કારકિર્દીનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. નમિકે પોતાના કરિયરની શરૂઆત એક જર્નાલિસ્ટ (પત્રકાર) તરીકે કરી હતી, પરંતુ એક્ટિંગના શોખને કારણે તેમણે મીડિયાની નોકરી છોડી મોડલિંગ અને એક્ટિંગમાં ઝંપલાવ્યું. તેમણે 2015માં ‘કુબૂલ હૈ’ થી શરૂઆત કરી હતી અને ત્યારબાદ ‘એક દુજે કે વાસ્તે’, ‘કસૌટી જિંદગી કી’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા અનેક હિટ શોમાં કામ કર્યું છે. તેમની પર્સનાલિટી અને ફિટનેસના કારણે તેમની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે.
નમિક પોલ માટે ‘નાગિન 7’ એક મોટો માઈલસ્ટોન માનવામાં આવે છે. એકતા કપૂરના આ શોએ અગાઉ પણ ઘણા કલાકારોના કરિયરને નવી ઊંચાઈઓ આપી છે. નમિક અને પ્રિયંકાની આ પહેલી ઓન-સ્ક્રીન જોડી છે. નમિકના ઇન્ટેન્સ લુક્સ અને પ્રિયંકાની લોકપ્રિયતા આ સિઝનને હિટ બનાવવા માટે પૂરતી છે. આ સુપરનેચરલ ડ્રામામાં રોમાન્સ અને રહસ્યનો તડકો જોવા મળશે જે દર્શકોને ટીવી સ્ક્રીન સાથે જકડી રાખશે.
નાગિન 7 કલર્સ ટીવ પર 27 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે શોની વાર્તા અને ગ્રાફિક્સ પહેલા કરતા વધુ સારા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રિયંકા અને નમિકની આ નવી સફર કેટલી સફળ રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
આપણ વાંચો: 100 કરોડની કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ લાલો હિંદીમાં ક્યારે થશે રીલીઝ ? જાણો તારીખ



