મનોરંજન

નવાબોના પરિવારમાં જન્મેલી આ એક્ટ્રેસ છે શિવભક્ત, લઈ ચૂકી છે અનેક મંદિરોની મુલાકાત…

બોલીવૂડની મોસ્ટ ચૂલબૂલી, નવાબોના ખાનદાનથી આવનારી આ મુસ્લિમ એક્ટ્રેસ ફેન્સની ખૂબ જ ફેવરેટ છે. મુસ્લિમ હોવા છતાં પણ આ એક્ટ્રેસ પ્રખર શિવ ભક્ત છે અને અવારનવાર શિવ મંદિરોની મુલાકાત અને વાતો કરતી જોવા મળે છે.

વાત કરીએ આ એક્ટ્રેસના પિતાનીન નેટ વર્થની 1200 કરોડ રૂપિયાના માલિક છે પણ તેમ છતાં એક્ટ્રેસ માતા સાથે અલગ મકાનમાં રહે છે. ઓળખાણ પડી કે અહીં કઈ અભિનેત્રીની વાત થઈ રહી છે? ચાલો તમને જણાવીએ કોણ છે આ અભિનેત્રી…

આપણ વાંચો: Happy Birthday: ટૉપ હીરોઈન, નવાબી ખાનદાનની એક્સ વહુ નહીં, આ ડાર્લિગ મધરને મળો…

અમે અહીં જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ એ છે સારા અલી ખાન. સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. સારાની એક્ટિંગ અને ડાન્સ સિવાય તેમની શિવભક્તિ પણ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

સારા અલી ખાન ખૂબ જ મોટી શિવભક્ત છે અને છે તે અવારનવાર જાણીતા શિવમંદિરોની મુલાકાત લેવી જોતા મળે છે. એટલું જ નહીં પણ એક્ટ્રેસ ફિલ્મના પ્રમોશન માટે અનેક વખત મુંબઈના જાણીતા મંદિર સિદ્ધિવિનાયકની મુલાકાત લેતી જોવા મળી છે.

રિપોર્ટ પર વિશ્વાસ કરીએ સૈફ અલી ખાનની નેટવર્થ 1200 કરોડ રૂપિયાની છે અને તે પોતાની રાજકુમારી સારા પર ખૂબ જ વ્હાલ પણ વરસાવે છે. સૈફ અને અમૃતા સિંહના ડિવોર્સ બાદ સારા અલી ખાન પોતાની માતા સાથે અલગ ઘરમાં રહે છે.

આપણ વાંચો: સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી પટૌડી કેવા કપરા સંજોગોમાં ફરી ભારતના કૅપ્ટન બનેલા?

સારા અલી ખાનની નેટવર્થ 41 કરોડ રૂપિયા છે. ફિલ્મો કરવા માટે સારા મસમોટી ફી વૂસલે છે. આ સિવાય તે એડના માધ્યમથી પણ સારી એવી કમાણી કરી લે છે.

સારા અલી ખાન 29 વર્ષની છે અને તેનું નામ કાર્તિક આર્યન અને વીર પહાડિયા જેવા અનેક સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે. એક્ટ્રેસ પોતાની રિલેશનશિપને ખૂબ જ પર્સનલ રાખવાનું પસંદ કરે છે.

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. વાત કરીએ સારાના વર્ક ફ્રન્ટની તો તે છેલ્લે ફિલ્મ સ્કાય ફોર્સમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને વીર પહાડિયા જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button