સોશિયલ મીડિયા પર ભણવાની સલાહ આપતા ટ્રોલ્સને ‘બજરંગી ભાઈજાન’ની ‘મુન્નીએ’ આપ્યો આવો જવાબ
મુંબઈ: સલમાન ખાન-કરીના કપૂર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન'(Bajrangi Bhaijan)ની ‘મુન્ની’ (Munni)તો સૌને યાદ જ હશે. ફિલ્મમાં મુન્નીનું પાત્ર ભજવનાર બાળ કલાકારનું નામ હર્ષાલી મલ્હોત્રા(Harshaali Malhotra) છે. મુન્નીનું પાત્ર ભજવીને હર્ષાલી લોકપ્રિય બની હતી, હર્ષાલી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. એક્ટિંગની સાથે હર્ષાલી ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.
ક્યારેક તે ડાન્સ વીડિયો માટે ટ્રોલ્સનો પણ શિકાર બને છે. ઘણી વખત સોશિયલ મીડિયા યુઝર્સ તેને ડાન્સ છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાની વણમાંગી સલાહ આપે છે. હવે હર્ષાલીએ 10માનું પરિણામ શેર કરતા ટ્રોલ્સને જોરદાર જવાબ આપ્યો છે.
હર્ષાલીએ આ વર્ષે 10માની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. હર્ષાલીએ સોશિયલ મીડિયા તેનું રીઝલ્ટ શેર કર્યું છે. આ સાથે હર્ષાલીએ પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સાથે તેણે 10માંનું પરિણામ શેર કર્યું છે, જેને કારણે ટ્રોલ કરનારાઓની બોલતી બંધ થઇ ગઈ છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં હર્ષાલીએ કેટલાક ટ્રોલ્સની કમેન્ટ્સ પણ શેર કરી છે. તેની પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે ટ્રોલ્સ તેની રીલ્સ માટે તેને ટાર્ગેટ કરે છે અને અભ્યાસ પર ધ્યાન આપવાની સલાહ આપે છે. ઘણી ટિપ્પણીઓ સ્વાઇપ કર્યા પછી, હર્ષાલી આખરે કહે છે કે તેણે CBSE 10મા બોર્ડની પરીક્ષામાં 83 ટકા માર્ક્સ મેળવ્યા છે.
ઘણા યુઝર્સે હર્ષાલીના વીડિયો પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે.