મનોરંજન

મને Amitabh Bachchan પર દયા આવે છે, પોતાની ઈમેજનો જ… જાણો કોણે કહ્યું આવું

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો અને કદાચ મનમાં એવો સવાલ પણ થયો હશે કે ભાઈ આખરે એવું તે કોણ છે કે જેમને બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દયા આવે છે? વિતેલાં જમાનાની દિગ્ગજ અભિનેત્રી મૌસમી ચેટ્ટર્જીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેમણે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન વિશે વાત કરી હતી. ચાલો જોઈએ આખરે મૌસમી ચેટ્ટર્જીએ કેમ આવું કહ્યું-

મૌસમી ચેટ્ટરજીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને અમિતાભ બચ્ચનની ખૂબ જ દયા આવે છે. તેઓ પોતાની ઈમેજનો જ શિકાર બની જાય છે. મૌસમીએ જણાવ્યું હતું કે બિગ બી હંમેશા પોતાના શબ્દોને લઈને સજાગ રહે છે, અને એક મોટા સ્ટારની પોતાની ઈમેજને જાળવી રાખવા માટે હંમેશા ખાસ પેટર્નમાં બિહેવ કરતાં હતા.

આપણ વાંચો: અમિતાભ બચ્ચન દીકરા અભિષેક સાથે મળી સૌથી વધારે રોકાણ કરે છે આ સેક્ટરમાં અને કમાણી તો અધધધ…

મૌસમી ચેટ્ટર્જીએ જણાવ્યું હતું કે કે બિગ બી ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેઓ હંમેશા પોલિટિકલી કરેક્ટ ટર્મનો ઉપયોગ કરે છે. ક્યારેક ક્યારેક મને એમના પર તરસ આવે છે. મને લાગે છે કે મોટાભાગનો સમય તો તેઓ એક્ટિંગ કરતાં હોય છે, કારણ કે તેમને માત્ર એ જ આવડે છે. બની શકે છે કે હું ખોટી પણ હોઉં, પરંતુ હું એમના વિશે આવું જ વિચારું છું. આ એમની ઈમેજને કારણે છે. તેમની એક મોટી ઈમેજ છે, જે હજી સુધી કોઈ બીજું કરી શક્યું નથી.

આ જ ઈન્ટરવ્યુમાં મૌસમીએ રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને જણ કેટલા અલગ છે. ઝળહળતી સિદ્ધિઓ બાદ પણ અમિતાભ બચ્ચન જમીન સાથે જોડાયેલા રહ્યા હતા અને રાજેશ ખન્ના આવું કરી શક્યા નહીં. તેઓ પોતાની સફળતાથી ખુશ હતા. એવું કહેવાય છે કે એક અભણ ગુંડા અને ભણેલાં ગણેલા ગુંડા વચ્ચે તફાવત હોય છે.

આપણ વાંચો: અમિતાભ બચ્ચન KBC છોડી શકે છે! આ ફિલ્મસ્ટાર બની શકે છે શોનો નવો હોસ્ટ…

મૌસમી ચેટ્ટર્જીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે મેં અમિતાભ બચ્ચનને ક્યારેય ખુશામતખોરો સાથે નથી જોયા, પણ રાજેશ ખન્ના હંમેશા એવા લોકોથી જ ઘેરાયેલા રહેતા હતા. તેમને લાડ-પ્યાર અને ધ્યાનની જરૂર હતી, પણ રાજેશ ખન્નાના મગજમાં સ્ટારડમ ચડી ગયું અને તેમનું કરિયર ડાઉન જતું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે મૌસમી ચેટ્ટર્જી અને અમિતાભ બચ્ચને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેઓ બંને છેલ્લે ફિલ્મ પીકુમાં પણ સાથે જોવા મળ્યા હતા. મૌસમી ચેટ્ટર્જી હંમેશાથી પોતાના બેબાક નિવેદનો માટે ચર્ચામાં રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button