મોડર્ન ભિખારીઃ સ્વિગી પર ફૂડ ઓર્ડર કર્યું અને ડિલિવરી બોયને આપી ₹ 50 ટિપ!

ફૂડ ડિલિવરી એપનો ઉપયોગ કરતા ભિખારીનો વીડિયો વાયરલ
નવી દિલ્હી: 21મી સદીમાં ઘણી બાબતોએ ક્રાંતિ થઈ છે. પહેલાના સમયમાં ઘરે ખાવાનું મંગાવવું શક્ય નહોતું, પરંતુ આજના સમયમાં સ્વિગી અને ઝોમેટો જેવી ફૂટ ડિલિવરી એપના કારણે ઘરે મનગમતું ખાવાનું ઓર્ડર કરવું શક્ય બન્યું છે. મેટ્રોસિટીમાં મોટા ભાગના લોકો આ ફૂડ ડિલિવરી એપનો ઉપયોગ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ફૂડ ડિલિવરી એપની મદદથી જમવાનું ઓર્ડર કરવામાં હવે ભિખારીઓ પણ બાકાત નથી.
ભિખારીએ સ્વિગીમાં ફૂડ ઓર્ડર કર્યું
આજના સમયમાં ભિખારીઓ પણ સ્માર્ટ થઈ ગઈ છે. ઘણા ભિખારીઓ સ્માર્ટ ફોન રાખે છે, સાથોસાથ દાન મેળવવા માટે UPI ક્યૂઆર કોડનો પણ ઉપયોગ કરે છે. તેમાં હવે રસ્તા પર રહેતા એક ભીખારીએ ફૂડ ડિલિવરી એપનો ઉપયોગ કરીને ફૂડ મંગાવ્યાની ઘટના જાણવા મળી છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : The Ba***ds of Bollywood સમીર વાનખેડેની અરજી દિલ્હી હાઈકોર્ટે આ કારણે ફગાવી
Rohit Vlogster નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક ફૂડ ડિલિવરી એપ સ્વિગીનો ડિલિવરી બોય ખાવાનું લઈને એપમાં બતાવેલા લોકેશન પર જતો નજરે પડે છે. પરંતુ એક જગ્યાએ જ્યાં ચાર રસ્તા આવે છે, ત્યાં તેનું લોકેશન પૂરૂ થઈ જાય છે. ત્યાર બાદ ડિલિવરી બોયે કસ્ટમરનો ફોન કર્યો હતો.
કસ્ટમર ફોન કોલ પર ડિલિવરી બોયને પોતાના લોકેશનનો નિર્દેશ કરે છે. જેથી ડિલિવરી બોય તેના કસ્ટમરે જણાવેલી જગ્યા પર પહોંચે છે, પરંતુ લોકેશન પર જઈને ડિલીવરી બોય ચોંકી જાય છે. કારણ કે, જેણે ખાવાનું ઓર્ડર કર્યું છે, તે રોડની એક તરફ બેસેલો એક ભિખારી નિકળે છે. તેના હાથમાં 2 સ્માર્ટફોન પણ છે. આ સિવાય તેણે ડિલિવરી બોયને 50 રૂપિયા ટિપ પણ આપી છે.
આ પણ વાંચો : Viral Video: નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ પોતાના પાર્ટનર છોડીને કોની સાથે ગરબા રમતા જોવા મળ્યા?
વીડિયોને સ્ક્રીપ્ટેડ કહી રહ્યા છે યૂઝર્સ
નવાઈની વાત એ છે કે, ભીખારીને ફૂડ ડિલિવરી કરવા આવેલો યુવાન પણ R15 બાઈક લઈને આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યારસુધી 65 લાખ લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે. 3 લાખની વધુ લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે. એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, ‘જો ડિલીવરી બોય R15થી ડિલીવરી કરી શકે છે, તો ભીખારી ઓર્ડર કરીને કેમ ખાઈ ન શકે?’ બીજા એક યુઝર્સે લખ્યું કે, “આજના દિવસોમાં આ સામાન્ય છે. તેઓ નોકરિયાતો અને બિઝનેસમેન કરતા વધારે કમાય છે.” જોકે, ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં આ વીડિયોને સ્ક્રીપ્ટેડ ગણાવી રહ્યા છે.