મનોરંજન

મિસ યુનિવર્સઃ પાકિસ્તાની સુંદરીએ એવું તે શું કહ્યું કે પાકિસ્તાનીઓ થયા ધૂંઆપૂંઆ…

સ્વિમસ્યુટ રાઉન્ડમાં આખા શરીરને ઢાંકતા ડ્રેસ અને ઈવનિંગ ગાઉન પર ક્રિસ્ટલ ક્રોસના ચિહ્નથી ઉઠ્યા સવાલ

બેંગકોક: મિસ યુનિવર્સ 2025 સ્પર્ધાનું આજે સમાપન થઈ ગયું છે. મેક્સિકોની સુંદરી ફાતિમા બોશ વિજેતા બની છે. ડેનમાર્કની 2024ની મિસ યુનિવર્સ વિક્ટોરિયા કજેર થેલ્વિગે ફાતિમા બોશને તાજ પહેરાવ્યો હતો. જોકે, આ વર્ષની સ્પર્ધામાં વિજેતા સ્પર્ધક ઉપરાંત પાકિસ્તાનની સ્પર્ધકનો વિવાદ વધારે ચર્ચામાં રહ્યો છે. આ વિવાદનું કારણ જાણીએ.

રોમા રોઝના ડ્રેસ બન્યા વિવાદનું કારણ

આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં અનેક મુસ્લિમ દેશોની સ્પર્ધકે પણ ભાગ લીદો હતો, જેમાં પાકિસ્તાનની રોમા રિયાઝ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. રોમા રિયાઝ તેના દેખાવ અને શરીરને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. મિસ યુનિવર્સની ફાઇનલ પહેલા યોજાયેલી સ્વિમસ્યુટ રાઉન્ડમાં રોમારિયોના દેખાવે પાકિસ્તાનમાં વિવાદ સર્જ્યો હતો.

સ્વિમસ્યુટ સ્પર્ધામાં રોમા રિયાઝે હાથીદાંત રંગનો સ્વિમસ્યુટ પહેર્યો હતો, જેનાથી તેનું શરીર સંપૂર્ણપણે ઢંકાઈ ગયું હતું. તેને ડ્રેસની પાછળ નેટ દુપટ્ટો પણ લગાવ્યો હતો. રોમારિયોના આ લૂકને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેને જાતભાતના સવાલ પૂછ્યા હતા. એક યુઝર્સે પૂછ્યું હતું કે, “શું દુપટ્ટો પણ સ્વિમસ્યુટનો ભાગ છે?” અન્ય એક યુઝર્સે પૂછ્યું હતું કે, “શું તે લગ્નમાં આવી છે?”. જોકે, રોમારિયોના આ લૂકની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી. સ્વિમસ્યુટ સ્પર્ધા જ નહીં, પરંતુ રોમારિયોના લૂક જ નહીં, ઈવનિંગ ગાઉનને લઈને વિવાદ થયો હતો.

ઈવનિંગ ગાઉન રાઉન્ડ દરમિયાન રોમા રિયાઝેએ કાળા રંગનું શોલ્ડરલેસ ગાઉન પહેર્યું હતું, જેમાં ક્રિસ્ટલ ક્રોસનું ચિહ્ન હતું, જે ખ્રિસ્તી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. હિંદુઓ અને ખ્રિસ્તીઓ સહિત પાકિસ્તાનના લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતી રોમાએ સ્ટેજ પર નમસ્તે અને ક્રોસ બંને રજૂ કર્યા હતા.

રોમાએ આપ્યો સુંદર મેસેજ

પોતાના આ લૂકને લઈને રોમાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આપણો ઇતિહાસ મોહમ્મદ અલી ઝીણાના વિઝન પર બન્યો હતો. એક એવા મહાન માણસ હતા, જેમણે એક એવા પાકિસ્તાનનું સપનું જોયું હતું, જ્યાં દરેક સમુદાય – મુસ્લિમ, હિન્દુ, ઈસાઈ અને શિખ ગૌરવપૂર્વક અને સુરક્ષા સાથે રહી શકે. પ્રાર્થના કરી શકે અને પ્રગતિ કરી શકે. એક એવો દેશ છે, જ્યાં સંબંધો બિનશરતી હોય અને ઓળખ કોઈ ખતરો હોય નહીં.

રોમાએ આગળ જણાવ્યું કે, પાકિસ્તાન 60ના દાયકામાં સાઉથ એશિયામાં સાંસ્કૃતિક પ્રણેતા રહ્યું છે. સંગીત, સિનેમા, કલા, સાહિત્ય અને રમતગમતને નવું સ્વરૂપ આપ્યું છે. હિંદુ અને મુસ્લિમ પાકિસ્તાનીઓએ અમને અમારા કેટલાક સૌથી મહાન કવિ અને ફિલોસોફર આપ્યા છે. ખ્રિસ્તી પાકિસ્તાનીઓએ ફિલ્મી ગીતોનો અવાજ બન્યા હતા, જે આજે પણ દરેક ઘરોમાં ગવાય છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પર અમારા માટે લડત લડી છે અને અમારી સેનામાં બહાદૂરીપૂર્વક સેવા કરી છે.

આ ગાઉન એવા લોકોને સમર્પિત છે, જેમને હંમેશા ઓછા આંકવામાં આવ્યા છે. એક પાકિસ્તાની ખ્રિસ્તી મહિલા તરીકે મારા માટે આ વ્યક્તિગત સિદ્ધિ છે કે હું એક વૈશ્વિક મંચ પર ઊભી છું અને આખરે પાકિસ્તાનના એ ભાગને સન્માન આપી રહી છું, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. આ ગાઉન ફક્ત એક લૂક નહીં, એક લવ લેટર છે.”

પાકિસ્તાનીઓને ગમ્યું નહીં રોમાનું ગાઉન

ઉલ્લેખનીય છે કે, રોમા રિયાઝના ખાસ ડિઝાઈનવાળું ગાઉન પહેરીને વિશ્વને મોટો સંદેશ આપ્યો છે. પરંતુ ખ્રિસ્તી પ્રતીકનું પ્રદર્શન કરતું આ ગાઉન ઘણા પાકિસ્તાનીઓને ગમ્યું નહોતું. કેટલાક લોકોએ આ ગાઉનને લઈને કહ્યું હતું કે, તે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા ગઈ હતી કે ખ્રિસ્તી ધર્મનું પ્રતિનિધિત્વ કરવા ગઈ હતી. તેને કંઈક એવું પહેરવું જોઈતું હતું કે જેનાથી સમગ્ર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ થાય.

આ પણ વાંચો…મિસ યુનિવર્સ ફિનાલેમાં બબાલ: જજનો કન્ટેસ્ટંટ સાથે અફેર, બે જજે રાજીનામું આપ્યું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button