મનોરંજન

‘બ્યુટી વિથ બ્રેન’: ભારતની મનિકા વિશ્વકર્માનો જવાબ બન્યો ચર્ચાનું કેન્દ્ર, જાણો શું કહ્યું?

બેંગકોક: મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષ મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓ યોજાય છે. આ વર્ષે મિસ યુનિવર્સ 2025નું આયોજન થાઈલેન્ડમાં કરવામાં આવ્યું છે. જેમાં મનિકા વિશ્વકર્મા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે પોતાના આત્મવિશ્વાસ, સ્ટાઈલ અને વિચારધારાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

હું દરેક મહિલાઓને સાથે લઈને ચાલી રહી છું

મિસ યુનિવર્સ 2025માં ભાગ લેવા પહોંચેલી મનિકા વિશ્વકર્માને મીડિયા દ્વારા એક સવાલ પૂંછવામાં આવ્યો હતો. જેના મનિકાએ આપેલા જવાબે લોકોનું દિલ જીતી લીધું છે. મનિકાને પ્રશ્ન પૂંછવામાં આવ્યો હતો કે, શું તમે કહેશો કે મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવો એ દરેક છોકરીનું સપનું હોય છે, પરંતુ માત્ર એક મહિલાની યાત્રા છે?

આ પ્રશ્નના જવાબમાં મનિકા વિશ્વકર્માએ જણાવ્યું કે, “હું એવું નથી માનતી. હું અહીંયા પહોંચી છું, કારણ કે મારી માતાએ અભ્યાસ કર્યો, તેમણે મને શિક્ષણ આપ્યું. હું અહીં એટલા માટે છું, કારણ કે ઓડિશનના દિવસે ઘણી છોકરીઓએ મને કહ્યું કે, મારે ભાગ લેવો જોઈએ. મારા મિત્રોએ મને સહકાર આપ્યો, તેથી હું એ દરેક મહિલાઓને સાથે લઈને ચાલી રહી છું. હું પોતાની સાથે અબજો સપના લઈને ચાલી રહી છું.”

મહિલાઓ અમારામાંથી પ્રેરણા લે છે

મનિકા વિશ્વકર્માએ આગળ જણાવ્યું કે, “આ માત્ર એક મહિલાનું સપનું કે યાત્રા નથી. પરંતુ અબજો સપનાઓનો ભાર છે, જેને હું સાથે લઈને ચાલી રહી છું. હું મારા સમાજ અને સમગ્ર દેશની અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરી રહી છું. દરેક દેશમાં મહિલાઓ અને નાની-નાની છોકરીઓ છે, જે અમને જોઈને પ્રેરણા લે છે. તેઓ અમારી યાત્રાને જોઈ રહી છે અને કદાચ તે આ રસ્તે ચાલવાની હિંમત ભેગી કરી રહી છે.”

મનિકા વિશ્વકર્માનો જવાબ સાંભળીને ઇન્ટરવ્યુ લેનારના મોઢેથી પણ ‘વાહ’નો ઉદગાર સરી પડ્યો હતો. મનિકા વિશ્વકર્માના ઇન્ટરવ્યુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે, તેમને કોઈ પ્રશ્ન ન પૂછશો, તેના જવાબથી સૌના મોઢા સિવાઈ જશે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, મનિકા બ્યુટી વિધ બ્રેન છે અને તે તાજ અવશ્ય જીતશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button