દુનિયાની સૌથી મોંધી ચાઈલ્ડ આર્ટિસ્ટ કોણ છે, એટલી ફી લે છે બોલીવુડની અભિનેત્રીઓ શરમાઈ જશે…

નવી દિલ્હીઃ એક ફિલ્મ પાછળ અનેક પાત્રો કામ કરતા હોય છે, જેના માટે તેમને મોટી રકમ પણ મળતી હોય છે. સૌથી વધારે ફી અભિનેતાઓને મળતી હોય છે. મોટા ભાગે આપણને એવું લાગે છે કે, ફિલ્મમાં સૌથી વધારે રૂપિયા લીડ રોલમાં કામ કરતા અભિનેતાઓને મળતા હોય છે.
કેટલાક અંશે તે સાચું પણ છે. આપણે ફિલ્મોમાં ઘણી વાર ચાઈલ્ડ આર્ટિસ્ટને પણ જોતા હોઈએ છીએ, જેમને અભિનય ખૂબ જ ઉત્તમ હોય છે. પરંતુ શું તમે જાણો છો સૌથી ચાઈલ્ડ આર્ટિસ્ટને પણ તગડા રૂપિયા મળતા હોય છો! ચાલો જાણીએ વિશ્વના સૌથી મોંઘા ચાઈલ્ડ આર્ટિસ્ટ વિશે…
આપણ વાંચો: દક્ષિણના અભિનેતાઓએ વાયનાડ ભૂસ્ખલનના અસરગ્રસ્ત પરિવારો માટે સહાયનો ધોધ વહાવ્યો
એક ફિલ્મ માટે 85 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતાં
વિશ્વની સૌથી અમીર ચાઈલ્ડ આર્ટિસ્ટમાં પહેલું નામ મિલી બોબી બ્રાઉન (Millie Bobby Brown)નું આવે છે. તેણે વર્ષ 2022માં ઈનોલા હોમ્સ 2 માટે $10 મિલિયન એટલે કે 85 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. તે સમયે તે 17 વર્ષની હતી. આ દાવો જુલાઈ 2022 ના કેટલાક અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.
આટલી કમાણી સાથે, મિલી બ્રાઉન તે સમયે સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર હતી. મિલી બ્રાઉને ‘એનોલા હોમ્સ 2’ને પ્રોડ્યુસ પણ કરી હતી. મિલી બોબી બ્રાઉ વિશ્વની સૌથી મોંઘી ચાઈલ્ડ આર્ટિસ્ટ છે.
આપણ વાંચો: અભિનેતાઓ અને સેલેબ્રિટીઝ લાવશે મતદાન પ્રત્યે જન જાગૃતિ
બોલિવુડની અભિનેત્રીઓ કરતા પણ મિલી બોબીની ફી વધારે
મિલી બોબી બ્રાઉન ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ ફિલ્મથી ખૂબ ચાહના મળી હતી, ત્યારબાદ ‘એનોલા હોમ્સ 2’ અને ‘મોડર્ન ફેમિલી’ જેવી ફિલ્મોના કારણે સારી એવી સરાહના મળી હતી. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે મિલી બ્રાઉને ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ત્રીજી સીઝન માટે 2 મિલિયન ડોલર એટલે કે 17 કરોડ રૂપિયાની ફી લીધી છે.
તે સમયે તે માત્ર 14 વર્ષની હતી. મહત્વની વાત એ છે કે, હોલીવુડ સ્ટાર નિકોલ કિડમેન પણ 10 મિલિયન ડોલરથી ઓછી ફી લે છે. સૌથી મોટી વાત તો એ છે કે, બોલિવુડમાં પણ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને કરીના પણ એક ફિલ્મ માટે ચાર્જ નથી લેતા.
17 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી વધુ કમાણી કરતી ચાઈલ્ડ આર્ટિસ્ટ બની
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મિલી બોબી બ્રાઉન 17 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી. અત્યારે મિલી બોબી 22 વર્ષની છે. તેણે 11 વર્ષની ઉંમરે એટલે કે 2016માં નેટફ્લિક્સ શો સ્ટ્રેન્જર થિંગ્સથી લોકપ્રિયતા મેળવી હતી. હજુ પણ તે શોમાં કામ કરી રહી હતી.
આ સિવાય તે ‘ગોડઝિલાઃ કિંગ ઓફ ધ મોનસ્ટર્સ’, ‘ડેમસેલ’ અને ‘ધ ઇલેક્ટ્રિક સ્ટેટ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. ચાઈલ્ડ અભિનેત્રી તરીકે ખૂબ જ સારી લોકપ્રિયતા મેળવી છે, અને અત્યારે પણ તે ફિલ્મોમાં સારો અભિનય કરે છે.