મનોરંજન

Salman Khanના પરિવારમાં થઈ નવા સભ્યની એન્ટ્રી, જાણી લેશો તો…

બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને આ દિવાળી ભાઈજાન માટે ખૂબ જ ખાસ સાબિત થઈ છે, કારણ કે ધનતેરસ પર ખાન પરિવારમાં ખાસ મહેમાનનું આગમન થયું છે. તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે આખરે કોણ છે આ નવું સભ્ય જેની ખાન પરિવારમાં એન્ટ્રી થઈ છે? ચાલો તમને જણાવીએ-

સલમાન ખાનને વારંવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી મળી રહી છે અને એટલે જ ભાઈજાનની સુરક્ષાવ્યવસ્થા વધારે મજબૂત કરવામાં આવી છે. આટલા જોખમ વચ્ચે પણ સલમાન ખાને ન તો પોતાના કામને છોડ્યું છે ન ત સલમાન ખાનના પરિવારે દિવાળી સેલિબ્રેટ કરવાનું મુલતવી રાખ્યું છે. આ વખતે દિવાળી પહેલાં ધનતેરસ પર જ ખાન પરિવારમાં એક નવા સભ્યની એન્ટ્રી થઈ છે અને એનો સંબંધ સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે છે.

આપણ વાંચો: એક સમય હતો જ્યારે ઐશ્વર્યાને સલમાન ખાન વિશે આમ કહ્યું હતું, જૂઓ વીડિયો

મળી રહેલી માહિતી પ્રમાણે સલમાન ખાનના પિતા સલીમ ખાને ધનતેસર પર એક નવી લક્ઝુરિયસ કાર ખરીદી છે. સલીન ખાને મર્સિડિઝ બેન્ઝ જીએલએસ કાર ખરીદી છે અને સફેદ રંગની આ કાર સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા ઘરની આસપાસ ફરતી પણ જોવા મળી છે. આ ગાડીની કિંમત 1.57 કરોડ રૂપિયા છે. સોશિયલ મીડિયા પર કારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

સફેદ રંગની આ કાર પર હાર ચઢાવવામાં આવ્યો છે અને રેડ રિબીનથી સજાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સલમાન ખાને બુલેટ પ્રૂફ નિસાન પેટ્રોલ એસયુવી કાર ખરીદી હતી અને એની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાયું હતું.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઈટ સિક્યોરિટી વચ્ચે પણ સલમાન ખાન પોતાની ફિલ્મ સિકંદરનું શૂટિંગ કરી રહ્યો છે અને આ સિવાય તે રિયાલિટી ટીવી શો બિગ બોસ-18નું શૂટિંગ પણ કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button