મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદ પરથી રાજીનામું આપ્યું, વીડિયોમાં શું કહ્યું?
![Mamta Kulkarni resigned from the post of Mahamandaleshwar of Kinnar Akhara](/wp-content/uploads/2025/02/Mamta-Kulkarni-resigned-from-the-post-of-Mahamandaleshwar-of-Kinnar-Akhar.webp)
પૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ વિરોધ બાદ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદેથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ એક વિડિયોમાં કુલકર્ણીએ તેની નિમણૂકને લગતા વિવાદ અંગે જણાવ્યું હતું કે, “લોકોને સમસ્યાઓ છે.” તેનું રાજીનામું કિન્નર અખાડામાં આંતરિક વિવાદોને પગલે આવ્યું છે
એક વીડિયો નિવેદનમાં કુલકર્ણીએ રાજીનામાની જાહેરાત કરતા કહ્યું હતું કે હું મહામંડલેશ્વર યામાઈ મમતા નંદગીરી, આ પદ પરથી રાજીનામું આપી રહી છું. મને મળેલું સન્માન મારા 25 વર્ષના આધ્યાત્મિક અભ્યાસ માટે હતું, પરંતુ કેટલાક લોકોને મહામંડલેશ્વર તરીકેની મારી ભૂમિકાને લઈને સમસ્યા છે.
આપણ વાંચો: મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શકયતા, અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું
મારા ગુરુ, શ્રી ચૈતન્ય ગગનગીરી મહારાજ, એક સિદ્ધ મહાપુરુષ હતા. મેં તેમની સાથે 25 વર્ષ તપસ્યા કરી છે. મારે કૈલાસ માનસરોવર કે હિમાલય જવાની જરૂર નથી, કારણ કે બધી દુનિયા મારી સામે પહેલેથી જ છે, એમ મમતા કુલકર્ણીએ જણાવ્યું હતું.
કુલકર્ણીએ તેની નિમણૂકની આસપાસના નાણાકીય વિવાદો વિશે વાત કરતા કહ્યું કે જ્યારે તેની પાસે બે લાખ માંગવામાં આવ્યા હતા, ત્યારે તેની પાસે તે રકમ નહોતી. જય અંબાગીરી મહામંડલેશ્વરે પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા હતા, તેણે જણાવ્યું હતું કે,તેની પાસે જે પૈસા છે તે ભૌતિક ધંધાથી નહીં પણ તેની ઊંડી તપસ્યાથી આવે છે.
આપણ વાંચો: ટોપલેસ ફોટોશૂટ વખતે મમતા કુલકર્ણી હતી ફક્ત આટલા જ વર્ષની…
24 જાન્યુઆરીના બાવન વર્ષીય કુલકર્ણીનો જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી મહેન્દ્રાનંદ ગિરી, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અન્ય કિન્નર મહામંડલેશ્વરોની હાજરીમાં સત્તાવાર રીતે મહામંડલેશ્વર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલકર્ણીનું નામ બદલીને યામાઈ મમતાનંદ ગિરી રાખવામાં આવ્યું હતું અને અન્ય પાંચને પણ આ પ્રસંગે મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું.
તેમના કેમ્પમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અજય દાસે જાહેર કર્યું, “લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમણે અખાડાની પરંપરાઓનું પાલન કર્યા વિના રાજદ્રોહના કેસમાં આરોપી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરીને સનાતન ધર્મના સિદ્ધાંતો અને રાષ્ટ્રીય હિતની અવગણના કરી હતી.”