મનોરંજન

Malaika Aroraએ બ્રેકઅપ બાદ કરાવ્યું નવું ટેટુ, ખાસ છે મિનિંગ…

બોલીવૂડની છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને કારણે સૌથી વધુ ચર્ચામાં આવે છે. 2024નું વર્ષ તો ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં પિતાનું નિધન થયું અને એની થોડાક સમય પહેલાં અર્જુન કપૂર અને તેણે બ્રેકઅપ એનાઉન્સ કર્યું હતું. પરંતુ ધીરે ધીરે બધું થાળે પડી રહ્યું છે.

હાલમાં જ એક્ટ્રેસે પોતાના બોડી પર એક ટેટુ કરાવ્યું છે અને એક ઈન્ટરવ્યુમાં તેણે આ ટેટુ વિશે વાત કરી હતી. આ ટેટુનો સંબંધ મલાઈના ભૂતકાળ સાથે હોવાનું કહેવાય છે. ચાલો જોઈએ શું છે ખાસ મલાઈકાના આ ટેટુમાં…

મલાઈકા અરોરાએ પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં આ ટેટુ વિશે ખુલાસો કર્યો હતો. મલાઈકાએ બોડી પર સબ શુક્ર લખેલું ટેટુ કરાવ્યું છે. આ ઈન્ટરવ્યુમાં મલાઈકાએ પોતાની પર્સનલ લાઈફ વિશે પણ ખુલાસો કર્યો હતો.

આપણ વાંચો: મલાઈકા અરોરાએ ડીપનેક અનારકલી સૂટમાં આપ્યા મનમોહક પોઝ, ચાહકો ખુશ

મલાઈકાને જ્યારે તેના નવા ટેટુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મલાઈકાએ જણાવ્યું હતું કે હું ખાલી દેખાડવા માટે નથી બનાવતી. તેનો અર્થ હોય છે. આ નવો ટેટુ મારા માટે 2024ના વર્ષનું પ્રતિક છે. ધૈર્ય (સબ્ર) અને કૃતજ્ઞતા (શુક્ર) બંને શબ્દ ખૂબ જ સુકૂન આપનારા છે. જ્યારે પણ હું વિચારું છું કે હું ત્યાં શું તો આ બે શબ્દો મારા દિલને સ્પર્શી જાય છે જ્યારે કે એક વર્ષ પહેલાં હું ક્યાં હતી.

મલાઈકાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે હું ટેટુને એ યાદો અને વિચારોના પ્રતિક તરીકે જોઉં છું જેને હું હંમેશા મારી સાથે રાખવા માંગું છું. મેં આની પહેલાં આઠ વર્ષ પહેલાં એટલે કે અરબાઝ ખાન સાથેના ડિવોર્સ પછી ટેટુ બનાવ્યું હતું. આ ટેટુમાં ત્રણ ફ્લાઈંગ બર્ડ છે અને એ મારા જીવનના નવા ચેપ્ટરને દર્શાવે છે.

આપણ વાંચો: બ્લેક બ્રાલેટ વર્કઆઉટ માટે નીકળેલી મલાઈકા અરોરાએ ચાહકોના દિલ જીત્યા, જુઓ વાઈરલ તસવીરો

અત્રે ઉલ્લેખનીય છે કે કે હાલમાં જ મલાઈકા આઈપીએલ-2025ની રમાયેલી મેચ દરમિયાન શ્રીલંકન ક્રિકેટર કુમાર સાંગાકારા સાથે દેખાઈ હતી અને ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે બંનેનું અફેયર ચાલી રહ્યું છે.

જ્યારે મલાઈકાને આ વિશે પૂછવામાં આવ્યું કે શું તે નવા પ્રેમની શોધમાં છે તો એના જવાબમાં મલાઈકાએ કહ્યું કે હું આ બધા પર ધ્યાન નથી આપી રહી. આ એવી વાતો છે જેના માટે પ્લાન નથી કરવું પડતું. પહેલાં હું ખૂબ જ સારી સ્થિતિમાં નહોતી પણ આજે હું ખૂબ જ સારી સ્થિતિમાં છું, શાંત છું અને ખુશ પણ છું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button