Pushpa-2ના Makersએ દર્શકો સાથે Cheating, આવો જોઈએ શું છે આખો મામલો…

અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ પુષ્પા… પુષ્પા… પુષ્પા’રાજ’… અલ્લુ અર્જુનની ફિલ્મ ‘Pushpa: The Rule’ને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. ફિલ્મ 15મી ઓગસ્ટના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં મહિનાઓની વાર છે પણ ફેન્સ એક-એક દિવસ ગણી-ગણીને પસાર કરી રહ્યા છે ત્યારે ફિલ્મના મેકર્સે ઓડિયન્સ સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આવો જોઈએ આખરે શું છે આખો મામલો…
થોડા સમય પહેલાં જ ફિલ્મનું ટિઝર સામે આવ્યું હતું. આ ટીઝરમાં ખાસ કંઈ તો જોવા મળ્યું નહોતું બસ વિચિત્ર લૂકમાં અલ્લુ અર્જુનને જોઈને ફેન્સ એટલા એક્સાઈટેડ થઈ ગયા હતા કે 24 કલાકમાં જ વીડિયો ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ એવા સમાચાર આવ્યા કે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. 23મી એપ્રિલના અલ્લુ અર્જુને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી.
ફર્સ્ટ સિંગલ પુષ્પા પુષ્પાના દરેક લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મેકર્સે નક્કી કરેલાં સમયે 19 સેકન્ડનો વીડિયો પણ શેર કર્યો હતો. પરંતુ આ વીડિયો જોયા બાદ ફેન્સ નિરાશ થયા હતા. વાત જાણે એમ છે કે ફેન્સ જ્યાં ગીતની રાહ જોઈ રહ્યા હતા ત્યાં તેમને મળ્યો એક 19 સેકન્ડનો પ્રોમો.
વીડિયોની શરૂઆત થઈ રહી છે ગાઢ જંગલથી. બેકગ્રાઉન્ડમાં જોરથી અવાજ આવી રહ્યો છે પુષ્પા, પુષ્પા, પુષ્પા, પુષ્પારાજ… કુલ મળીને 19 સેકન્ડના આ વીડિયોમાં પ્રોડ્યુસર્સ, મ્યુઝિક કમ્પોઝર્સ, ડિરેક્ટર, એક્ટર બધાની માહિચી આપવામાં આવી છે. અલ્લુ અર્જુન પણ વચ્ચે વચ્ચે ફ્રેમમાં જોવા મળી રહ્યો છે. આખરે પુષ્પા રાજના હાથ સાથે વીડિયો પૂરો થાય છે. આ સાથે મેકર્સે એનાઉન્સમેન્ટ કરી છે તે પહેલી મે, 11.07 કલાકે પુષ્પા-ટુનું પહેલું ગીત આવશે.
આટલો માહોલ બનાવ્યા બાદ માત્ર પ્રોમો જોઈને ફેન્સનું દિલ તૂટી ગયું છે. લોકો આ વીડિયો પર સતત કમેન્ટ્સ કરી રહ્યા છે કે ગીત માટે એક એનાઉન્ટમેન્ટ પ્રોમો લાવવામાં આવી રહ્યો છે આ શું વાત છે? જ્યારે બીજા એક યઉઝરે કહ્યું હતું કે આ તો કોમેડી થઈ ગઈ…