‘તો રહેવા દે, નથી કરવા લગ્ન..’ જ્યારે લગ્ન પહેલા વિકી પર ભડકી હતી કેટરીના..
બોલીવુડના ક્યુટ કપલ્સમાંના એક એવા વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન બાબતે એક રસપ્રદ વાત જાણવા મળી છે. આ કપલ તેમની સિમ્પલિસિટીને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. વિકી અને કેટ અવારનવાર તેમના ઇન્ટરવ્યૂમાં પણ એકબીજા વિશે ઘણી વાતો કરતા હોય છે.
એક ઇન્ટરવ્યુમાં વિકી કૌશલે જણાવ્યું હતું કે તેણે લગ્ન પહેલા ફિલ્મનું અડધું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું, અને લગ્ન માટે રજા લીધી હતી. એ પછી પણ તેને ફિલ્મમેકર્સ સેટ પર બોલાવી રહ્યા હતા. એ સમયે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પણ જ્યારે કેટરીનાને ખબર પડી કે વિકીને સેટ પર બોલાવી રહ્યા છે, ત્યારે તે ઘણી ગુસ્સે થઇ હતી. કેટરીનાએ ધમકીભર્યા સ્વરે કહ્યું હતું કે, તારે બે દિવસ પછી સેટ પર જ જવું છે, તો લગ્ન ના કરીશ. આથી મારે ના પાડવી પડી અને 5 દિવસ પછી ફિલ્મના સેટ પર ગયો હતો, તેમ વિકીએ જણાવ્યું.
કેટરીના સાથેનું લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે તે અંગે વાત કરતા વિકીએ કહ્યું હતું કે પોતાના માટે એક સારો પાર્ટનર શોધવો એ આશીર્વાદ સમાન છે. તમે જ્યારે ઘરે આવો ત્યારે શાંતિ અને સુકૂનનો અહેસાસ થાય છે. કેટરિનાની સાથે રહેવું અને લાઈફને એક્સપ્લોર કરવી એ ખૂબ જ મજેદાર છે. તેવું વિકીએ જણાવ્યું હતું.
વિકી કૌશલ આગામી ફિલ્મ ‘સેમ બહાદુર’માં દેખાશે, તે ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના જીવન પર આધારિત ફિલ્મ છે. ‘સેમ બહાદુર’ની 1 ડિસેમ્બરે રણબીર કપૂર-બોબી દેઓલ સ્ટારર ‘એનીમલ’ સાથે ટક્કર થવા જઇ રહી છે.