લક્ષ્ય લાલવાણીની ફિમેલ ફોલોઅર્સ મજા પડી જાય તેવા છે આ સમાયારઃ જુઓ વીડિયો…

મુંબઈ: અનન્યા પાંડેનું ભલે ગમે તેટલું ફેન ફોલોઈંગ હોય, પરંતુ તેની આગામી ફિલ્મનો હીરો પણ સુપરસ્ટાર બની ગયો છે. લક્ષ્ય લાલવાણીની સિરિઝ બેડ્સ ઓફ બોલીવૂડ ધૂમ મચાવી રહી છે અને આસમાન સિંહના કેરેક્ટરમાં લક્ષ્ય એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે. લક્ષ્યની જે પણ ફિમેલ ફોલોઅર્સ છે, તેમને ખાસ જોઈને મજા પડી જશે કારણ કે તેની આગામી ફિલ્મના અમુક વીડિયો વાયરલ થયા છે.
અનન્યા અને લક્ષ્યનો ટ્રેડિશનલ લૂક બન્યો ચર્ચાનું કેન્દ્ર
‘ચાંદ મેરા દિલ’ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા છે. આ વીડિયોમાં લક્ષ્ય લાલવાણી અને અનન્યા પાંડે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં લક્ષ્ય ક્રીમ રંગના ઓવરકોટ અને મરૂન કુર્તામાં મોટરસાયકલ ચલાવતો જોવા મળે છે, જ્યારે તેની પાછળ બેઠેલી અનન્યા પાંડે મરૂન સાડી અને પરંપરાગત ઘરેણાંમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
‘ચાંદ મેરા દિલ’ ફિલ્મના વાયરલ થયેલા વીડિયોથી તેમના ચાહકોને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીની પહેલી ઝલક જોવા મળી છે. જોકે, તેમના ચાહકો આ ફિલ્મની અપડેટ્સની સતત રાહ જોઈ રહ્યા હતા. લક્ષ્ય માટે આ ફિલ્મ મહત્વપૂર્ણ છે.

કારણ કે આ તેની બીજી ફિલ્મ છે. આ ઉપરાંત તે પહેલીવાર અનન્યા પાંડે સાથે કામ કરી રહ્યો છે. લક્ષ્યે તાજેતરમાં “બેડ્સ ઓફ બોલિવૂડ” વેબ સીરીઝ અને 2024માં આવેલી “કિલ મી” જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, ‘ચાંદ મેરા દિલ’ ફિલ્મની જાહેરાત નવેમ્બર 2024માં કરવામાં આવી હતી. ‘પ્રેમમાં થોડા પાગલ થવું પડે છે’ ફિલ્મની આ ટેગલાઈન એક લવસ્ટોરીનો સંકેત આપે છે. વિવેક સોનીના ડિરેક્શનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ 2026માં રિલીઝ થશે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.
આ પણ વાંચો…The Ba***ds of Bollywood સમીર વાનખેડેની અરજી દિલ્હી હાઈકોર્ટે આ કારણે ફગાવી