કુબેર ફિલ્મે બંપર કમાણી કરી સર્જ્યો રેકોર્ડ, ત્રણ દિવસમાં છાપ્યા આટલા કરોડ રૂપિયા

મુંબઈઃ ધનુષ (Dhanush) અને નાગાર્જુન (Nagarjun)ની ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘કુબેર’ (Kuberaa) બોક્સ ઓફિસ (Kuberaa Box Office Collection) પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શેખર કમ્મુલાએ કર્યું છે. ફિલ્મની શરૂઆત સારી રહી અને પછી શરૂઆતના સપ્તાહના અંતે તેની કમાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ‘કુબેર’ ફિલ્મમાં ધનુષના અભિનયના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. ધનુષ અને નાગાર્જુન બન્ને સાઉથ ફિલ્મના સુપરસ્ટાર છે. ચાલો અહીં જાણીએ કે ‘‘કુબેર’’ એ તેની રિલીઝના ત્રીજા દિવસે કેટલી કમાણી કરી?
શનિવાર અને રવિવારે પણ ‘કુબેર’એ જબરદસ્ત કલેક્શન કર્યું
‘કુબેર’ 20મી જૂને સિનેમાઘરો રિલીઝ થઈ હતી, રિલીઝ થતાની સાથે જ તેને જોવા માટે દર્શકોની ભારે ભીડ સિનેમાઘરોમાં ઉમટી પડી હતી. ફિલ્મની વાર્તાથી લઈને ધનુષ, નાગાર્જુન અને રશ્મિકા મંદન્નાના અભિનય સુધી, તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ સાથે, ‘કુબેર’ પણ ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મે જોરદાર ઓપનિંગ કર્યું હતું અને તેણે શનિવાર અને રવિવારે પણ જબરદસ્ત કલેક્શન કર્યું છે. ફિલ્મ સિતારે જમીન પરને ટક્કર આપી રહી છે.
‘કુબેર’ ફિલ્મે ત્રીજા દિવસે 17.25 કરોડ રૂપિયાની કમાણી કરી
કમાણીની વાત કરવામાં આવે તો, પહેલા દિવસે 14.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 16.5 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. જ્યારે ત્રીજા દિવસે 17.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ કુલ મળીને ‘કુબેર’ ફિલ્મે ત્રણ દિવસમાં 48.50 કરોડ રૂપિયા છાપી લીધા છે. ધનુષની ‘કુબેર’ પહેલા અઠવાડિયામાં આ વર્ષની ચોથી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
આમિર ખાનની ફિલ્મે ‘કુબેર’ને આપી જોરદાર ટક્કર
ધનુષ અને નાગાઅર્જુની ‘કુબેર’ ફિલ્મે સાઈ પલ્લવી અને નાગા ચૈતન્યની થાંડેલના ઓપનિંગ વીકએન્ડ કલેક્શનને 36.3 કરોડથી પાછળ છોડી દીધી છે. આ વર્ષના ટોચના 5 ઓપનિંગ વીકએન્ડ કલેક્શન છે. ધનુષ, નાગાર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ ‘કુબેર’ ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છતાં તે આમિર ખાનની ‘સિતારે જમીન પર’ને પાછળ છોડી શકી નથી. કારણે કે, પહેલા વીકેન્ડમાં સિતારે જમીન પર ફિલ્મે 59 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ‘કુબેર’ 50 કરોડનો આંકડો પાર કરવામાં પણ થોડી પાછળ રહી ગઈ છે.
આ પણ વાંચો…ધનુષની કુબેર પર મહેરબાન થયા કુબેર, ઓપનિંગ દિવસે આપ્યાં આટલા કરોડ રૂપિયા…