આર્યન ખાન કઈ વિદેશી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, ખબર છે?
મુંબઈ: બૉલીવુડના જાણીતા સ્ટારકિડ્સ દરેક બાબતને લઈ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. સ્ટાર કિડ્સના રિલેશનની વાત તો સૌથી વધુ ચર્ચામાં આવતો હોય તો સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના રિલેશનનું નામ મોખરે છે. આર્યન ખાને બૉલીવુડમાં હજુ સુધી પોતાનું ડેબ્યૂ કર્યું નથી પણ તે અનેક અભિનેત્રીઓ સાથે રિલેશન હોવાની ચર્ચા હતી અને હવે તે એક બ્રાઝિલિયન અભિનેત્રીને ડેટ કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : એ જ લુક, એ જ એક્સપ્રેશન્સ, આબેહુબ જોની લીવર જેવો લુક જોઈને ચાહકો પણ અચંબામાં
આર્યન ખાન સાથે બૉલીવુડની અનેક અભિનેત્રીઓ સાથે રિલેશનમાં હોવાની ચર્ચા હતી, પણ તે હવે બ્રાઝિલિયન અભિનેત્રી લારિસા બોન્સીને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. લારિસા બોન્સી એક મોડલની સાથે ડાન્સર પણ છે.
લારિસા બોન્સીએ બૉલીવૂડમાં અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું છે. ‘સુબહ હોને ન દે’ આ મ્યુઝિક વીડિયોથી લારિસા બોન્સીએ પોતાનું બૉલીવૂડ ડેબ્યું કર્યું હતું અને તે બાદ તે ગુરુ રંધાવા અને સૂરમા-સૂરમા સાથે પણ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : મેગેઝીન કવર પર શ્રીદેવીની સાથેની વ્યક્તિને તમે ઓળખી? ચાહકો તેની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા
બૉલીવૂડ સાથે સાઉથની ફિલ્મોમાં પણ લારિસા બોન્સીએ કામ કર્યું છે. બૉલીવૂડમાં તેણે સૈફ અલી ખાન સાથે ફિલ્મ ‘ગો ગોવા ગોન’માં જોવા મળી હતી. મૂળ બ્રાઝિલની મોડલ/અભિનેત્રી અને ડાન્સર લારિસા બોન્સી અને આર્યન ખાન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર આપવામાં આવી હતી. લોકોએ રેડિટ પરની આ પોસ્ટને આધારે આર્યન અને લારિસા રિલેશનમાં છે એવી ચર્ચા શરૂ કરી છે.
આર્યન અને લારિસાના રિલેશનની ચર્ચામાં આર્યન ખાન લારિસા બોન્સી સાથે તેના પરિવારને પણ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. એક અહેવાલ મુજબ લારિસા હાલમાં મુંબઈમાં આવી હતી અને આર્યને તેને એક મોંઘી જેકેટ પર પણ ગિફ્ટ આપી હતી.
આ પણ વાંચો : Rupali Ganguliને આવી ગયું ઘમંડ? Anupama સિરિયલની ડાહ્યી વહુ પર ભડકી રહ્યા છે ફેન્સ
આર્યનના આ ગિફ્ટની સ્ટોરી લારિસાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, આ સ્ટોરી પરથી તેમના રિલેશનની અફવાને વધુ વેગ મળ્યો છે. જોકે બંનેએ તેમના રિલેશન બાબતે સત્તાવાર જાહેરાત કરી નથી.