મનોરંજનસ્પોર્ટસ

કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ દીકરીનું નામ કર્યું જાહેર, જાણો શું રાખ્યું નામ?

આઈપીએલમાં આ વખતે દિલ્હી કેપિટલ્સ વતીથી રમી રહેલા કેએલ રાહુલનું નસીબ જોર કરી રહ્યું છે, તેમાંય વળી દીકરીના જન્મ પછી બેટિંગ અને વિકેટ કીપિંગમાં ચાર ચાંદ લગાવ્યા છે ત્યારે આજે રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી દીકરીના નામકરણને લઈ ચર્ચામાં આવ્યા છે.

કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના ઘરે પારણું બંધાયું છે અને લક્ષ્મીજી અર્થાત દીકરીની પધરામણી થઇ છે. રાહુલ અને આથિયાના ચાહકો બંનેને અભિનંદન આપી રહ્યા છે. બધા જાણવા ઉત્સુક હતા કે તેઓ પોતાની વ્હાલસોયી પરીનું નામ શું રાખશે. તો તમને જણાવી દઈએ કે તેમની દીકરીનું નામ જાહેર થઇ ગયું છે. કપલે પોતાની દીકરીની ઝલક ચાહકો સાથે શેર કરી છે.

કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર પોતાની પુત્રી અને પત્ની આથિયા સાથેનો એક ફોટો શેર કર્યો છે. ફોટામાં દીકરી રાહુલના ખભા પર સૂતી જોવા મળે છે. તેનો ચહેરો હજુ સુધી બતાવવામાં આવ્યો નથી. રાહુલે પોતાની દીકરીનું નામ ‘ઇવારા’, અર્થાત ‘ઈશ્વરની ભેટ’. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું હતું અમારી લાડલી, અમારું સર્વસ્વ, ઇવારા – ભગવાનની ભેટ.

આપણ વાંચો: બધાઈ હો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી એક નન્હીં પરી…

કેએલ રાહુલની પોસ્ટ પર ઘણા બોલિવૂડ સેલેબ્સ ટિપ્પણી કરી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સૌપ્રથમ ટિપ્પણી કરી. તેણે ફોટા પર હૃદયનું ઇમોજી પોસ્ટ કર્યું. મલાઈકા અરોરાએ હાર્ટના ઇમોજી પોસ્ટ કર્યા. તેવી જ રીતે, દક્ષિણની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ પણ ઘણા બધા હાર્ટના ઇમોજી પોસ્ટ કર્યા હતા, જ્યારે શોભિતા ધુલીપાલાએ લખ્યું- એ જ સર્વસ્વ છે. એક ચાહકે લખ્યું – નામ ખૂબ જ સુંદર છે સર.

કેએલ રાહુલની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. થોડીવારમાં જ લાખો લોકોએ તેને લાઈક કર્યું છે. કેએલ રાહુલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને તેણે પોતાના જન્મદિવસ પર જ ચાહકોને આ સરપ્રાઈઝ આપ્યું છે. તેમની પોસ્ટ પર ઘણા લોકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન વર્ષ 2023 માં થયા હતા. કેએલ રાહુલને તેના જન્મદિવસ પર તેની આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button