કિંગ ખાનના પુત્રને જેલમાં હતું જીવનું જોખમ? એજાઝ ખાને કહ્યું – મેં ગુંડા અને માફિયાથી બચાવ્યો…

મુંબઈ: બોલિવુડનું એક એવું નામ જે ખૂબ જ વિવાદમાં રહ્યું છે. જી હા, એજાઝ ખાનને તમે ફિલ્મોમાં નેગેટિવ રોલ કરતો અનેક વાર જોયો હશે, એટલું જ નહીં પરંતુ તે ટીવી સિરિયલ્સ અને રિયાલિટી શોમાં પણ જોવા મળતો હોય છે. આ એક્ટર પોતાના વ્યક્તિગત જીવનને લઈને પણ વિવાદમાં આવતો હોય છે. મહત્વની વાત એ છે કે, તેણે લાંબો સમય જેલ પણ ભોગવી છે. કારણે કે, તેનું નામ ડ્રગ્સ કેસમાં આવેલું છે. અત્યારે એજાઝ ખાને શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો: Amitabh Bachchan ફિલ્મો સિવાય બીજે ક્યાંથી કરે છે તગડી કમાણી, જાણો આવકના સ્ત્રોત?
થોડા સમય પહેલા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન રેવ પાર્ટી કેસમાં જેલમાં હતો. આ દરમિયાન એજાઝ ખાન પણ તે જ જેલમાં હોવાનું એજાઝ ખાને મીડિયા સમક્ષ જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ દરમિયાને તેણે આર્યન ખાનની મદદ પણ કરી હોવાની વાત કરી છે. કહ્યું કે, તે જેલમાં આશરે 3000 થી પણ વધારે કેદીઓ હતાં. આ વખતે આર્યન ખાનને સામાન્ય બેરેકમાં રાખવામાં આવ્યો હતો. જેથી તેને જીવનું જોખમ હતું. મેં ત્યારે તેને પાણી અને સિગારેટની વ્યવસ્થા કરાવી આપી હતી, આ સાથે ગુંડાઓ અને માફિયાઓથી પણ તેને બચાવ્યો હતો.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા મામલે એજાઝ ખાને એક બીજો પણ ખુલાસો કર્યો છે. મળતી વિગતો પ્રમાણે એજાઝ ખાન કોરોના મહામારી આસપાસ જ જેલમાં ગયો હતો. આ દરમિયાન શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પણ પોનોગ્રાફીના કેસમાં જેલમાં હતો. આ સમયે એજાઝ ખાને રાજ કુન્દ્રાની મદદ કરી હતી. જેલમાં સામાન્ય રીતે સાદું પાણી જ મળતું હોય છે. જેથી રાજ કુન્દ્રાને બીમાર થવાની ડર હતો જેથી એઝાજ ખાને તેને બિસલેરી પાણીની વ્યવસ્થા કરી આપી હતી.
આ પણ વાંચો: જ્યારે ઈન્ડસ્ટ્રીના આ જાણીતા ડિરેક્ટરે પોતાની દીકરી સાથે જ કર્યું લિપ લોક અને…
એજાઝ ખાને કહ્યું કે, જ્યારે તે રાજ કુન્દ્રા જેલમાં આવ્યો ત્યારે તે સાત મહિનાથી જ ત્યાં હતો. રાજ કુન્દ્રાએ તો મારી કોઈ મદદ નહોતી કરી હતી પણ હા મેં રાજ કુન્દ્રાને બિસલેરી પાણી અને સિગારેટની મદદ કરી હતી. સામાન્ય રીતે જેલમાં આ વસ્તુઓની વ્યવસ્થા કરવી ઘણી મુશ્કેલ હોય છે. એઝાજ ખાન પોતાના આવા જ નિવેદનો ના કારણે વિવાદમાં રહેતો હોય છે. અભિનેતાએ જેલમાં અન્ય લોકોની મદદ કરી હોવાનું વાતચીતમાં જણાવ્યું હતું.