મનોરંજન

કેટરીના કૈફ અને વિકી કૌશલના ઘરે પારણું બંધાયું: બેબી બોયના આગમનની સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

મુંબઈ: સપ્ટેમ્બર 2025ના છેલ્લા અઠવાડિયામાં કેટરિના કેફ અને વિક્કી કૌશલે તેમના પરિવારજનો તથા ચાહકોને સારા સમાચાર આપ્યા હતા. કેટરિના કેફે પોતાના બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેની પ્રેગનેન્સીની જાણ કરી હતી. આજે આ દંપતિને ત્યાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે, તેમના ઘરે આજે પુત્રનું આગમન થયું છે.

સોશિયલ મીડિયા પર આપી માહિતી

બોલિવૂડની લોકપ્રિય જોડી કેટરિના કૈફ અને વિકી કૌશલે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત નિવેદન દ્વારા પોતાના પરિવારની મહત્વની ખુશખબરને ચાહકો સાથે શેર કરી હતી, જેનાથી બોલિવૂડ જગતમાં આનંદની લહેર દોડી ગઈ છે.

દંપતીએ એક સુંદર નોટની તસવીર શેર કરી, જેમાં વાદળી બાળકની ગાડી અને ટેડી જોવા મળતા હતા. નિવેદનમાં લખ્યું હતું કે, “અમારી ખુશીઓનો ખજાનો આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર 2025. કેટરિના અને વિકી.”

વિકી કૌશલે આ પોસ્ટ સાથે ટૂંકું પણ હૃદયસ્પર્શી કેપ્શન ઉમેર્યું, જેમાં લખ્યું હતું: “આશિર્વાદ. ૐ”

બોલિવૂડના મિત્રોએ આપી શુભેચ્છાઓ

કેટરિના કૈફ અને વિકી કૌશલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાની સાથે જ તેમના ચાહકો અને બોલિવૂડના મિત્રોના અભિનંદનની કોમેન્ટથી તેમનું કોમેન્ટ બોક્સ ભરાઈ ગયું છે.

કરીના કપૂર ખાને સૌથી સુંદર કોમેન્ટ કરતા લખ્યું કે, “કેટટટ… બોય મમ્મા ક્લબમાં આપનું સ્વાગત છે, તમારા અને વિકી માટે ખૂબ ખુશ છું…” પ્રિયંકા ચોપરાએ લખ્યું કે, “આનંદ! અભિનંદન” અભિનેત્રી રકુલ પ્રીત સિંહે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “OMG અભિનંદન, તમે બંને આનંદમાં રહો.” તાજેતરમાં માતા બનેલી પરિણીતી ચોપરાએ પણ કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “નવી મમ્મા અને પપ્પાને અભિનંદન” આ સિવાય ગાયિકા નીતિ મોહન, અભિનેત્રી રાશી ખન્ના તથા અભિનેતા અર્જુન કપૂર સહિતના અનેક કલાકારોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેટરિના કેફે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બેબી બમ્પ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો, ત્યારે અક્ષય કુમારે કેટરિના કેફ અને વિક્કી કૌશલ પાસે એક ખાસ માંગણી કરી હતી.

અક્ષય કુમારે કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે, “કેટરિના અને વિક્કી, તમારા માટે ઘણો ખુશ છું. હું તમને સારી રીતે જાણી છું, તેથી હું કહીં શકું છું કે, તમે બંને સૌથી સારા માતા-પિતા બનશો. પરંતુ, તમારા બાળકને અંગ્રેજી અને પંજાબી બંને શીખવાડજો. ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ, જય મહાદેવ.”

આ પણ વાંચો…રશ્મિકા બાદ હવે કેટરીના કૈફના વાયરલ deepfake ફોટોથી ખળભળાટ..

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button