કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હૃદયરોગના હુમલાથી નિધન | મુંબઈ સમાચાર

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હૃદયરોગના હુમલાથી નિધન

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરનું યુકેમાં અવસાન થયું છે. આ દુઃખદ સમાચારે બોલિવૂડ અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવી છે. 53 વર્ષની વયે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.

ફિલ્મફેરના અહેવાલ મુજબ, સંજય કપૂર યુકેમાં પોલો રમતા હતા ત્યારે અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં. આ ઘટનાના થોડા કલાકો પહેલાં જ સંજયે અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું, “અમદાવાદના વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર. મારી સંવેદનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે.

https://twitter.com/sunjaykapur/status/1933127523648307353

13 વર્ષસુધી ચાલ્યુ હતું લગ્ન જીવન

સંજય કપૂર અને કરિશ્મા કપૂરે 2003માં લગ્ન કર્યા હતા, પરંતુ 2016માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. આ દંપતીને સમાયરા અને કિયાન નામના બે સંતાનો છે, જેમની કસ્ટડી કરિશ્મા પાસે છે. છૂટાછેડા બાદ સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા, જેમની સાથે તેમને અઝારિયસ નામનો 7 વર્ષનો પુત્ર છે.

આ પણ વાંચો…શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’નું પોસ્ટર રિલીઝ, ફિલ્મ ક્યારે રિલીઝ થશે જાણો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button