'રાગિણી MMS'ની કરિશ્મા શર્માએ ચાલતી ટ્રેનમાંથી કૂદી, કઈ વાતથી ડરી ગઈ? | મુંબઈ સમાચાર
મનોરંજન

‘રાગિણી MMS’ની કરિશ્મા શર્માએ ચાલતી ટ્રેનમાંથી કૂદી, કઈ વાતથી ડરી ગઈ?

‘રાગિણી MMS’ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈ લોકલ ટ્રેન અકસ્માતનો શિકાર બનતા ગંભીર રીતે ઘવાઈ હતી, જ્યારે ડોક્ટરે પણ તેને એમઆરઆઈ કરવાની પણ સલાહ આપી છે. ચાલતી લોકલ ટ્રેનમાંથી જમ્મપ કરવા અંગે કરિશ્માએ પોસ્ટ લખીને તેના ચાહકોને જણાવતા લોકોએ પણ તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કરિશ્મા શર્માએ લખ્યું કે તે છે ચર્ચગેટ જવા માટે ટ્રેન પકડી ત્યારે અચાનક ટ્રેનમાંથી કૂદકો મારતા ગંભીર રીતે ઘવાઈ હતી. આ અકસ્માત પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર વિગતે લખેલી પોસ્ટમાં તેને લખ્યું હતું કે તે બુધવારે શૂટિંગમાં જવા માટે સાડી પહેરીને જવાનું નક્કી કર્યું હતું, જ્યારે સ્ટેશને પહોંચી ત્યારે જેવી મેં ટ્રેન પકડી ત્યારે ટ્રેનની સ્પીડ વધી હતી.

એ વખતે મને લાગ્યું કે મારા ફ્રેન્ડ પણ ટ્રેન પકડી શકે એમ લાગતા નહોતા. ડરના માર્યા મેં પણ કૂદકો માર્યો અને અને પીઠના બળે પડી અને મને માથા ઈજા પહોંચી હતી. આ અકસ્માતને કારણે મારી પીઠમાં પણ વાગ્યું હતું. ડોક્ટરે MRI કરવાનું કહ્યું છે, જેથી કોઈ ગંભીર ઇજા પહોંચી છે કે નહીં એની જાણકારી મળશે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.

હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને તેના ચાહકોએ પણ ઝડપી રિકવરીની પ્રાર્થના કરી હતી, જ્યારે તેની મિત્રએ લખ્યું હતું કે વિશ્વાસ થતો નથી કે કરિશ્મા તારી સાથે આવું થાય. મારી દોસ્ત તો ટ્રેનમાંથી પડ્યા પછી જમીન પર પડી ગયા પછી તેને કંઈ યાદ પણ નહોતી. અમને તો એ જમીન પર પડેલી મળી હતી, જ્યાંથી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ભગવાન તને ઝડપી સાજે કરે એવી પ્રાર્થના. મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ ચઢવા-ઉતરતી વખતે પડવાના અનેક કિસ્સા બને છે, જેમાં અનેક લોકોને ગંભીર ઈજા પણ પહોંચતી હોય છે.

31 વર્ષની કરિશ્મા લાલા શર્મા બોલીવુડની સાથે સાથે ટેલિવિઝનની જાણીતી સિરિયલમાં પણ કામ કર્યું છે, જ્યારે ઓટીટી પર પણ કામ કર્યું છે. બોલીવુડની ફિલ્મોમાં ‘રાગિણી એમએમએસ’, ‘એક વિલન રિટર્ન્સ’, ‘પ્યાર કા પંચનામા’માં પણ કામ કર્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button