Saif Ali Khan પરના હુમલા અંગે કરિનાના એકસ બોયફ્રેન્ડને પૂછાયો સવાલ, ગુસ્સામાં કહ્યું…

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલા હુમલા અંગે રાજકારણીઓ અને બોલીવુડના સેલિબ્રિટીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ બધા વચ્ચે સૈફની પત્ની કરિના કપૂર ખાન (Kareena Kapoor-Khan)ના એક્સ બોયફ્રેન્ડ અને બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor)ને સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શાહિદે ગુસ્સામાં આપેલું રીએકશન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. ચાલો જોઈએ શું છે આ રીએકશન અને શું કહ્યું શાહિદે…
શાહિદ કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ દેવાનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ શાહિદ કપૂરની ફિલ્મ દેવાનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં શાહિદે સૈફ કરિના સાથેની દુર્ઘટના વિશે ખુલીને વાત કરી હતી.
આપણ વાંચો: શાહિદ કપૂર આ માઇથોલોજીકલ ફિલ્મમાં કામ કરશે…
સૈફ અને શાહિદે ફિલ્મ રંગૂનમાં સાથે કામ કર્યું હતું. શાહિદ કપૂર અને કરિના કપૂર-ખાન એક સમયે રિલેશનશિપમાં હતા અને બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને સૈફ પર થયેલા હુમલા અંગે શાહિદે પહેલી જ વખત પ્રતિક્રિયા આપી હતી.
ફિલ્મ દેવાના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ સમયે શાહિદને પૂછવામાં આવ્યું હતું કે જો તમે પોલીસ ઓફિસર હોત તો અત્યારે સેલિબ્રિટી પર હુમલા થઈ રહ્યા છે એ પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરી હોત? આ સવાલના જવાબમાં શાહિદે રિપોર્ટર પર ગુસ્સો કરતા જણાવ્યું હતું કે તમે જે પણ કહી રહ્યા છો એ ખૂબ જ ઘટના ખૂબ જ દુઃખદ છે.
અમે બધા ખૂબ જ ચિંતિત છીએ અને પરેશાન છીએ. તમે આ સવાલ આડકતરી રીતે સવાલ પૂછ્યો છે સીધું સીધું પૂછ્યું હોત તો વધારે ગમ્યું હોત. હું દુઆ કરું છું એમના માટે. સૈફ જલ્દી ઠીક થઈ જાય તો ખૂબ જ સારું. સૈફની તબિયત ઝડપથી સાજો થઈને ઘરે પાછો ફરે છે. અમે લોકો આ ઘટનાથી ખૂબ જ ચોંકી ઉઠ્યા છીએ. સૈફ જલદી રિકવર થઈને પાછો આવે એ માટે અમે બધા જ પ્રાર્થના કરી રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ પર ગુરુવારે રાતે અજાણ્યા લોકોએ ચાકુથી હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો હતો. હાલમાં અભિનેતા મુંબઈની લીલાવતી હસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે ત્રણ દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે પણ તેને હજી 10 15 દિવસ બેડરેસ્ટ કરવાની સલાહ ડોકટર દ્વારા આપવામાં આવી છે.