મનોરંજન

સૈફ અલી ખાન અને કરીનામાંથી બેસ્ટ કૂક કોણ, બેબોએ સિક્રેટ રિવીલ કર્યું?

બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન બી-ટાઉનના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. કરીના અને સૈફના ફેન્સ આ કપલને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના જીવન સાથે જોડાયેલી દરેક બાબતો જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. હાલમાં જ કરીનાએ જણાવ્યું હતું કે તેને અને સૈફને સાથે મળીને રસોઈ બનાવવી ખૂબ ગમે છે. કરીનાએ કહ્યું કે તેની અને સૈફમાં સૈફ વધુ સારો કૂક છે.

તાજેતરમાં, કરીનાએ તેના ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના પુસ્તક “ધ કોમનસેન્સ ડાયેટ”ના પુસ્તક વિમોચન પ્રસંગે તેની અને સૈફની ખાવાની આદતો અને પસંદ અને નાપસંદ વિશે વાત કરી. તેણે એ પણ જણાવ્યું કે સૈફ ખૂબ જ સારો રસોઈયો છે અને તેને રસોઈ બનાવવી ખૂબ ગમે છે. દિવસભરની મહેનત પછી ઘરે બનાવેલું ભોજન ખાવાથી વધુ સારું બીજું કંઈ નથી.

આપણ વાંચો: જાણો કેવા લૂકમાં પોતાનો મત નાખવા પહોંચ્યા કરીના કપૂર અને સૈફ અલી ખાન….

કરીનાએ વધુમાં કહ્યું હતું કે સૈફ અને તેણે જાતે રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. અમને આ ગમે છે, તેથી અમે તેને અમારી જીવનશૈલી બનાવી છે. સૈફ સારો કૂક છે. પણ મને તો ઈંડું બાફતા આવડતું નથી.’

કરીનાએ કહ્યું કે ફૂડને લઈ ખૂબ ચુઝી છે અને જો તેને તેનો મનપસંદ ખોરાક ખીચડી ઘણા દિવસો સુધી ખાવા માટે આપવામાં આવે તો તે આરામથી ખાઈ શકે છે. એ તેનું કમ્ફર્ટ ફૂડ છે અને તે સતત પાંચ દિવસ સુધી ખાઈ શકે છે.

કરીનાએ કહ્યું કે તેને ખીચડીમાં થોડું ઘી નાખીને ખાવું ગમે છે અને તે આરામથી ખાઈ શકે છે. તેનો રસોઇયો ઘણી વખત 10-15 દિવસ સુધી એક જ વસ્તુ બનાવીને થાકી જાય છે. તેણે એ પણ જણાવ્યું કે કપૂર પરિવારના લોકો પાયા સૂપ પીવાનું પસંદ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button