મનોરંજન

PM Modi સાથે કપૂર પરિવારે કરી મુલાકાતઃ રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલ માટે આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ રાજ કપૂરના પરિવારના સભ્યોએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 14 ડિસેમ્બરે દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે અને આ પ્રસંગે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેના માટે કપૂર પરિવારના સભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા દિલ્હી પહોંચ્યા હતા.

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, ભરત સાહન, રીમા જૈન, મનોજ જૈન, આધાર જૈન, અરમાન જૈન અને તેમની પત્ની અનીસા મલ્હોત્રાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. દરેક વ્યક્તિએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પીએમ સાથેની ખાસ મુલાકાતની તસવીરો શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને તેમના દાદા રાજ કપૂરને તેમના (રાજ કપૂર) ‘અસાધારણ જીવન અને વારસા’ને યાદ કરવા માટે તેમની જન્મશતાબ્દી પૂર્વે શ્રદ્ધાંજલિ આપી હતી.

આપણ વાંચો: મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ટ્રેલરમાં જોવા મળી જ્હાન્વી કપૂર-રાજકુમાર રાવની કેમેસ્ટ્રી

14 ડિસેમ્બર, 2024ના રોજ રાજ કપૂરની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવશે, જેઓ ‘આગ’, ‘આવારા’, ‘બરસાત’, ‘શ્રી 420’ અને ‘બૉબી’ જેવી મહાન ફિલ્મો માટે મહાન અભિનેતા, સંપાદક, દિગ્દર્શક અને નિર્માતા તરીકે જાણીતા છે.

કરિનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઇન્સ્ટાગ્રામ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમારા દાદા રાજ કપૂરના અસાધારણ જીવન અને વારસાને યાદ કરવા માટે આમંત્રિત કરવા બદલ અમે ખૂબ જ સન્માનિત છીએ.

વડા પ્રધાન સાથેના પરિવારની કેટલીક તસવીરો શેર કરતાં તેમણે લખ્યું હતું કે, ” આ મહત્વપૂર્ણ અવસરની ઉજવણીમાં તમારી હૂંફ, તમારું વિશેષ ધ્યાન અને સહકાર અમારા માટે ખૂબ મહત્વનું છે. પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે કે મોદી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે.

આપણ વાંચો: દેવ-દિલીપ-રાજ

પીવીઆર આઇનોક્સ લિમિટેડ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા 13થી 15 ડિસેમ્બર સુધી 34 શહેરોના 101 થિયેટરમાં આયોજિત થનારી આ ઇવેન્ટ રાજ કપૂરની ફિલ્મોગ્રાફીને સમર્પિત અત્યાર સુધીની સૌથી વ્યાપક પૂર્વવર્તી હશે.

કરિના દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં વડા પ્રધાન તેમના પુત્રો તૈમુર અને જેહને ઓટોગ્રાફ આપતા જોઈ શકાય છે. બાદમાં રાજ કપૂરના પૌત્ર રણબીરની પત્ની આલિયાએ કહ્યું કે કલા ‘શાશ્વત’ છે.

અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે, “ક્યારેક આગળ વધવા માટે આપણે પાછળ વળીને જોવું જોઈએ. રાજ કપૂરની અસર ખરેખર વૈશ્વિક હતી. તેમણે બનાવેલી ફિલ્મો અને તેમણે કહેલી વાર્તાઓ દ્વારા વિશ્વભરમાં પોતાની છાપ છોડી હતી.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button