'કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1'એ બનાવ્યો રેકોર્ડ, રિલીઝના બે જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી | મુંબઈ સમાચાર
મનોરંજન

‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’એ બનાવ્યો રેકોર્ડ, રિલીઝના બે જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી

મુંબઈ: છેલ્લા ત્રણ વર્ષથી જેની રાહ જોવાઈ રહીં હતી. એવી ફિલ્મ ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. ‘કાંતારા’ ફિલ્મની જેમ આ ફિલ્મ બનાવવામાં પણ ડિરેક્ટર અને અભિનેતા ઋષભ શેટ્ટીએ પોતાનું 100 ટકા યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. આ મહેનતના પરિણામ સ્વરૂપે ફિલ્મે રિલીઝ થયાના માત્ર બે દિવસમાં અનોખો રેકોર્ડ બનાવી દીધો છે.

ફક્ત 2 દિવસમાં 100 કરોડના ક્લબમાં આવી

ફિલ્મી સૂત્રોના અહેવાલો મુજબ, ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ ફિલ્મે પહેલા દિવસે 61.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે પૈકી હિન્દીમાં 18.5 કરોડ, તમિલમાં 5.5 કરોડ, તેલુગુમાં 13 કરોડ, કન્નડમાં 19.6 કરોડ અને મલયાલમમાં 5.25 કરોડનું કલેક્શન કર્યું હતું.

બીજા દિવસે એટલે કે શુક્રવારે આ ફિલ્મે 45 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ તેની કુલ કમાણી 106.85 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ હતી. આમ, માત્ર બે દિવસમાં ‘કાંતારા ચેપ્ટર 1’ ફિલ્મે 100 કરોડના ક્લબમાં સામેલ થઈને અનેક રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આવેલી ‘વોર 2’ ફિલ્મે માત્ર બે દિવસમાં 110 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, ઋષભ શેટ્ટીની ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ ફિલ્મે પરમ સુંદરી, બાઘી 4, સન ઓફ સરદાર 2, જાટ, ભૂલ ચૂક માફ અને મેટ્રો ઈન દિનો સહિતની અનેક ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે એ જોવું રહ્યું કે આ ફિલ્મ વિકેન્ડમાં કેટલી કમાણી કરે છે.

આ પણ વાંચો…કાંતારા સ્ટાર ઋષભ શેટ્ટીની પત્ની પ્રગતિ શેટ્ટીએ કેવી રીતે પોતાની સાદગીથી ચાહકોનું દિલ જીત્યું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button