રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કન્નપ્પાનો જાદુ છવાયો, પહેલા દિવસે છાપ્યા આટલા કરોડ રૂપિયા

મુંબઈઃ બોલિવુડની ફિલ્મોને સાઉથની ફિલ્મો માત આપી રહી હોય તેવું બોક્સ ઓફિસ પર કમાણીની આંકડા જોઈ લાગી રહ્યું છે. ગઈ કાલે સાઉથની એક ફિલ્મ કન્નપ્પા બોક્સ ઓફિસ (Kannappa Box Office Collection) પર રિલીઝ થઈ છે. આ ફિલ્મે રિલીઝ થતા જ ધૂમ મચાવી દીધી છે. સાઉથ ઇન્ડસ્ટ્રીની આ ફિલ્મ (Kannappa) મેગા બજેટ સાથે મલ્ટી સ્ટારકાસ્ટ ફિલ્મ પણ છે. બોક્સ ઓફિસ પર અત્યારે સિતારે જમીન પર, હાઉસફુલ 5 અને કુબેર ફિલ્મ જેમાં દિગ્ગજ કલાકારોએ કામ કર્યું છે તે ધૂમ મચાવી રહી છે. તે દરેક ફિલ્મને કન્નપ્પાએ માત આપી છે. કન્નાપ્પા ફિલ્મે કાજોલની ‘મા’ ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે. ‘મા’એ પહેલા દિવસે 4.5 કરોડની કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિષ્ણુ માંચુ સ્ટારર આ ફિલ્મે પહેલા દિવસે લગભગ 9 કરોડની કમાણી કરી છે.
200 કરોડ રૂપિયામાં બની છે સાઉથના આ ફિલ્મ કન્નપ્પા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કન્નાપ્પા ફિલ્મને 200 કરોડના બજેટ સાથે બનાવામાં આવી છે. લોકો ‘કન્નપ્પા’ જેટલી જ ઉત્સાહિત હતા તેટલી જ કમાણી પણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું બજેટ લગભગ 200 કરોડ રૂપિયા છે. મુકેશ કુમાર સિંહે દિગ્દર્શન કર્યું છે અને વિષ્ણુ માંચુ મુખ્ય ભૂમિકામાં છે, જેમણે આ ફિલ્મની વાર્તા અને પટકથા પણ લખી છે. આ ફિલ્મમાં અન્ય મોટા કલાકારોએ પણ અભિનય કર્યો છે.
અક્ષય કુમાર મહાદેવના રોલમાં અભિનય કરતો જોવા મળ્યો
આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની સ્ટારકાસ્ટ છે. બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર ભગવાન મહાદેવના રોલમાં અભિનય કરતો જોવા મળ્યો છે. જ્યારે પ્રભાસ અને મોહનલાલ સાઉથના દિગ્ગજ કલાકારોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં કામ કર્યું છે. આ ફિલ્મ બોલિવુડની ફિલ્મો માટે ધાતક સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે નિકિતા રોય ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો હશે. જ્યારે મલ્ટીસ્ટાર ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલતી હોય ત્યારે અન્ય ફિલ્મોને મોટો ફટકો પડતો હોય છે. હવે જોવાનું એ રહે છે કે, આ ફિલ્મે આગામી દિવસોમાં બોક્સ ઓફિસ પર કેવી કમાણી કરી શકે છે.