મનોરંજન

કન્નડ ભાષાના વિવાદ વચ્ચે કમલ હસનની ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી

કન્ન ભાષાના વિવાદને લઈને દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર કમલ હસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ રિલિઝ થવાની નથી. તેમ છતાં કમલ હસનના ચાહકો તેમની આગામી ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેનું પ્રમાણ ‘ઠગ લાઈફ’ ફિલ્મની ટિકિટના એડવાન્સ બુકિંગમાં જ મળી ગયું છે. આજે સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલિઝ થવાની છે. ત્યારે તેના એડવાન્સ બુકિંગ દ્વારા જ કરોડોની કમાણી થઈ ગઈ છે.

કર્ણાટક ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા કર્ણાટકમાં ફિલ્મ ‘ઠગ લાઈફ’ને રિલિઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી કરી લીધી છે. એડવાન્સ બુકિંગના આંકડા દર બે કલાકે વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ એડવાન્સ બુકિંગમાં 13.89 કરોડની કમાણી થઈ ગઈ છે.

ફિલ્મના એડવાન્સ બુકિંગને જોતા હવે કમલ હસને શાનદાર કમાણી કરવા માટે કમર કસી લીધી છે. ફિલ્મમાં તે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. 305 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મ માટે અભિનેતા કમલ હસન અને ડિરેક્ટર મણિરત્નમે ફિલ્મ નિર્માતા પાસેથી ફી લીધી નથી. તેઓનો ફિલ્મની કમાણીના નફામાં ભાગ રહેશે.

ઉલ્લેખનીય છે કે, કમલ હસને ફિલ્મ ‘ઠગ લાઈફ’ના ઓડિયો લોન્ચ દરમિયાન “કન્નડ ભાષાનો જન્મ તમિલમાંથી થયો છે” એવું નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઊભો થયો હતો. જેને લઈને અભિનેતાએ કર્ણાટક હાઈકોર્ટનો આશરો લીધો હતો. પરંતુ હાઈકોર્ટ તેઓને લોકોની માફી માંગવાનું કહ્યું હતું. પરંતુ “મેં એકતા વધારવા માટે મેં આવું નિવેદન આપ્યું હતું” એવું કહીને કમલ હસને માફી માગવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો….કમલ હાસન ભાષાકીય વિવાદમાં ફસાયા, કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button