કાજોલે કર્યો એવો ફોટો પોસ્ટ કે ફેન્સ પોતાનું હસવાનું નહીં રોકી શક્યા…
Kajol…બોલીવૂડની એક એવી એક્ટ્રેસ કે જ્યારે પણ ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસનું નામ લેવામાં આવે છે ત્યારે કાજોલનું નામ ચોક્કસ આવે છે. પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં કાજોલ અનેક અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મોમાં પોતાના કેરેક્ટરથી લોકોને હસાવવાનો મોકો નહીં છોડનાર કાજોલ સોશિયલ મીડિયાની મદદથી પણ લોકોને હસાવવાનો એક પણ મોકો નથી છોડતી.
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની એક મોટી કેન્ડિડ પ્રેઝેન્સ છે અને હાલમાં જ તેણે પોતાનો એક ફોટો શેર કર્યો છે અને આ ફોટો જોયા બાદ ફેન્સ પોતાનું હસવાનું નથી રોકી રહ્યા. એક્ટ્રેસનો આ ફોટો તેના વર્ક આઉટ સેશનના વચ્ચેનો છે. આ ફોટો જોઈને ફેન્સ તેના પર ફની ફની રિએક્શન આપી રહ્યા છે.
કાજોલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિલેટ્સ ક્લાસના વર્કઆઉટની ઝલક દેખાડી છે. એક્ટ્રેસ અવારનવાર પિલેટ્સ ક્લાસીસની બહાર સ્પોટ થતી હતી પણ તેણે ક્યારેય વર્કઆઉટના ફોટો શેર કર્યા નહોતા, પરંતુ તેણે હવે એક સરસ મજેદાર ફોટો શેર કર્યો છે અને કાજોલે તેના ફેન્સને પૂછ્યું હતું કે તેનો આ ફોટો વર્ક આઉટ પહેલાંનો છે કે પછીનો?
આપણ વાંચો: bye bye 2023: બોલીવૂડમાં આ વર્ષ રહ્યું હીરોનું, એકને બાદ કરતા હીરોઈનો ન બતાવી શકી કમાલ
ફોટોમાં એક્ટ્રેસે બ્લેક એથલીઝર અને સનગ્લાસ પહેરીને પિલેટ્સ મશીન પર સૂતેલી જોવા મળી રહી છે. આ ફોટોના કેપ્શન પર તેણે લખ્યું છે કે બધા જ જાણવા માંગે છે કે મારું વર્કઆઉટ દેખાય કેવું છે તો આ એક તસવીર છે… હવે તમે જ કહો કે આ ફોટો વર્કઆઉટ પહેલાંનો છે કે પછીનો?
કાજોલની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને એક ફેને લખ્યું છે કે મને લાગી રહ્યું છે કે આ પહેલાં અને બાદ બંનેનો હોઈ શકે છે. જ્યારે બીજા એક ફેને લખ્યું હતું કે તમે હંમેશા કમાલના દેખાવ છો, પણ મારે તમને વર્ક આઉટ કરતાં જોવા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાજોલ ટૂંક સમયમાં જ કૃતિ સેનન અને શાહીર શેખ સાથે ફિલ્મ દો પત્તીમાં જોવા મળશે. આ એક સ્પાય થ્રિલર ફિલ્મ છે. આ સિવાય છેલ્લી વખત કાજોલ એક કોર્ટ રૂમ ડ્રામા Trailમાં જોવા મળી હતી.