મનોરંજન

બોક્સ ઓફિસ પર જુરાસિક વર્લ્ડ રિબર્થની ધમાકેદાર શરૂઆત, મેટ્રો ઈન દિનો પર પડી ભારે

મુંબઈઃ બોલિવુડ અને હોલીવુડની બે ફિલ્મો ફરી એકવારા બોક્સ ઓફિસમાં એક સાથે ટકરાઈ છે. બોક્સ ઓફિસ પર 4 જુલાઈના રોજ રિલીઝ થયેલી ‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’ લોકોને ખૂબ જ પસંદ આવી છે. તેની સામે તે જ દિવસે રિલીઝ થયેલી બોલિવુડની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘મેટ્રો ઇન ડીનો’ની શરૂઆત નબળી રહી છે. આ સાથે આમિર ખાનની ‘સિતારે જમીન પર’ પણ ત્રીજા અઠવાડિયામાં પણ ઠીકઠાક કમાણી કરી રહી છે. તો ચાલો જાણીએ કઈ ફિલ્મે કેટલી કમાણી કરી છે.

‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’એ ભારતમાં બોલિવુડની ફિલ્મોને પાછળ છોડી

હોલીવુડની જબરદસ્ત ફ્રેન્ચાઇઝનો ભાગ રહેલી ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’એ ભારતમાં સારી એવી શરૂઆત કરી છે. આ ફિલ્મે પહેલા દિવસે 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ગત શનિવાર અને રવિવારે ફિલ્મે ક્રમશઃ 13.5 કરોડ રૂપિયા અને 16.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે બુધવારે ફિલ્મે 3.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં ફિલ્મે કુલ 50.87 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘જુરાસિક’ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

‘મેટ્રો ઈન દિનો’ ફિલ્મે કુલ 24.50 કરોડ રૂપિયાનો વેપાર કર્યો

‘મેટ્રો ઈન દિનો’ ફિલ્મે પહેલા દિવસે માત્ર 3.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, વીકેન્ડમાં કમાણીમાં થોડો વધારો જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવારની વાત કરવામાં આવે તો, આ ફિલ્મે ક્રમશઃ 6 કરોડ રૂપિયા અને 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બુધવાર સુધીમાં આ ફિલ્મે કુલ 24.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પરંતુ ‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’ ફિલ્મની કમાણી સામે આ કમાણી ખૂબ જ ઓછી છે. કારણ કે, ‘મેટ્રો ઈન દિનો’ ફિલ્મે બુધવારે માત્ર 2.25 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી.

ગઈ કાલે બુધવારે આ ફિલ્મે 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી

આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ની વાત કરવામાં આવે તો, અત્યારે સુધીમાં આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 88.9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા અઠવાડિયામાં 46.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યારે પણ આ ફિલ્મ ગોકળગતિએ કમાણી કરી રહી છે. ગઈ કાલે બુધવારે આ ફિલ્મે 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કુલ 153.25 કરોડની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો…‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button