આપણું ગુજરાતમનોરંજન

Get well soon SRK: Juhi Chawlaએ ફેન્સને આપી શાહરૂખની હેલ્થ અપડેટ

અમદાવાદઃ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan health updates)ને અમદાવાદ ખાતે હિટસ્ટ્રોક (heatstroke)ને લીધે ડિહાઈડ્રેશન અને લૂ લાગી જતા તેને કેડી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેની તબિયત લથડતા જ પત્ની ગૌરી ખાન અને કૉ-સ્ટાર અને આઈપીએલ (IPL)ટીમ કૉલકાત્તા નાઈટ રાઈડર્સ (KKR)ની પાર્ટનર જુહી ચાવલા (Juhi Chawla)પતિ જય મહેતા સાથે બુધવારે રાત્રે હૉસ્પિટલ પહોંચ્યા હતા. શાહરૂખને મળ્યા બાદ જુહી ચાવલાએ મીડિયાને જણાવ્યું હતું કે શાહરૂખની(SRK) તબિયત ઘણી સારી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે રવિવારની ફાઈનલ મેચમાં અભિનેતા પોતાની ટીમને ચીયર કરતો જોવા મળશે.

આ પણ વાંચો મેચ જીત્યા પછી પણ King Khanએ કેમ હાથ જોડી માફી માગી આ બે ક્રિકેટર્સની

મંગળવારે અમદાવાદના ખાતે કેકેઆરે (KKR) હૈદરાબાદ સનરાઈઝર્સને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. શાહરૂખ પોતાની ટીમને ચિયર કરવા આવ્યો હતો. મેચ જીત્યા બાદ એસઆરકેએ મેદાનમાં જઈ પ્રેક્ષકોનો આભાર માન્યો હતો અને તેમનું અભિવાદન જીલ્યું હતું. અમદાવાદમાં 45 ડિગ્રી ગરમી હોવાથી અભિનેતાને લૂ લાગી ગઈ હતી અને તેને કેડી હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ખબર મળતા જ પરિવાર અને ફેન્સ ચિંતામાં આવી ગયા હતા. જોકે હવે તેની તબિયત ઘણી સુધારા પર હોવાની માહિતી મળી છે.

એસઆરકે સાથે પુત્રી સુહાના અને પુત્ર અબ્રાહમ પણ મેદાનમાં આવ્યા હતા. આ ઉપરાંત સુહાના સાથે અગસ્ત્ય નંદા, અનન્યા પાંડે, નાવ્યા નવેલી પણ મેચ જોવા અમદાવાદ આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન