
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના એક વાક્યએ પાકિસ્તાનમાં હડકંપ મચાવી દીધો છે. સઊદી અરેબમાં જોય ફોરમ 2025માં તેમણે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું, જેનાથી પાકિસ્તાનીઓ ગુસ્સે ભરાયા હતા, જ્યારે બલુચ વિભાજનવાદીઓમાં આ વાતથી ખુશનો માહોલ છવાયો હતો.
સલમાને કાર્યક્રમમાં કહ્યું, ‘બલુચિસ્તાનના લોકો, અફઘાનિસ્તાનના લોકો, પાકિસ્તાનના લોકો સઊદીમાં મહેનત કરે છે.’ આ વાક્યથી બલુચિસ્તાનને અલગ દેશ જેવું ગણાવવામાં આવ્યું હતું. જોકે સલમાન કે સલામાનની ટીમ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

બલુચ વિભાજનવાદી નેતા મીર યાર બલુચે સલમાનના આ નિવેદનને 6 કરોડ બલુચો માટે ખુશી વાત હોવાનું ગણાવ્યું છે. તેમણે કહ્યું, ‘આ બોલીવુડ સ્ટારે તે કર્યું જે મોટા દેશો કરતા ડરે છે. આ સાંસ્કૃતિક માન્યતા વિશ્વને બલુચિસ્તાનને અલગ દેશ તરીકે ઓળખવા મળશે.’
ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટના માહિતી વિભાગના ભૂતપૂર્વ વડા, નોબત મારી બલોચે સોશિયલ મીડિયા પર લખ્યું, “સલમાન ખાન દ્વારા બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવીને પ્રદેશને સાચી ઓળખ પ્રત્યેની પ્રામાણિકતા આપી છે. તેમણે એમ પણ ઉમેર્યું કે હવે વૈશ્વિક સમુદાયોઓને એક થઈને બલૂચના લોકો સાથે થતા અન્યાયો સામે અવાજ ઉઠાવે અને બલૂચિસ્તાનને એક નવી ઓળખ અપાવે.
દાયકાઓથી બલુચિસ્તાનમાં હિંસા અને અસ્થિરતા ચાલે છે. અહીં મોટો વર્ગ અલગ દેશની માંગ કરે છે અને પાકિસ્તાન આર્મીના કથિત અત્યાચારોને કારણે ગુસ્સો વધ્યો છે. આ બદલામાં સલમાનનું વાક્ય નવી આશા જગાવે છે.