મનોરંજન

હું તો એમની છેલ્લી પ્રાયોરિટી છું… Jaya Bachchanનો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ની લવ સ્ટોરી 1971માં આવેલી ફિલ્મ ગુડ્ડીથી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં બિગ બીને પહેલાં લીડ રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, 1972માં આવેલી ફિલ્મ એક નઝરથી બંનેના સંબંધો વધારે ગાઢ બન્યા હતા.

આ પણ વાંચો…સિલ્ક સાડીમાં માહિરાના ગ્લેમર અંદાજને ચાહકો જોઈ દંગ થઈ ગયા, જુઓ વાઈરલ તસવીરો

ફેન્સ અમિતાભ-જયાના જીવનમાં અને લવસ્ટોરીમાં આવેલા પડકારો વચ્ચે પણ જ્યાં તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે ત્યાં જયા બચ્ચને અમિતાભ બચ્ચન માટે એવી વાત કહી છે કે જે સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. જયાજીએ બિગ બીને અનરોમેન્ટિક સુદ્ધા કહી દીધા છે.


આવો જોઈએ આખરે બંને વચ્ચે એવું તે શું થયું બંને વચ્ચે-

વાત જાણે એમ છે કે 1998માં સિમી ગરેવાલના શોમાં જયા બચ્ચને બિગ બી અને તેમની પર્સનલ લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સિમીએ જયાજીને પૂછ્યું કે બિગ બી રીલ લાઈફમાં તો રોમેન્ટિક છે જ પણ શું રિયલ લાઈફમાં પણ તે આટલા જ રોમેન્ટિક છે? જેનો જવાબ જયાજી આપે એ પહેલાં બિગ બીએ જ કહ્યું કે ના. જયાએ જવાબ આપતા કહ્યું કે મારી સાથે નથી. આ સાંભળીને હસતાં હસતાં સિમી ગરેવાલે કહ્યું કે મેં તો અહીંયા મુસીબત ઊભી કરી દીધી છે.

બિગ બીએ વાતચીતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું કે રોમેન્ટિક હોવાનો મતલબ શું છે? જેના જવાબમાં જયાએ કહ્યું કે એમાં ફૂલ અને વાઈન જેવા સરપ્રાઈઝ આપવામાં આવે છે. જયા બચ્ચને બિગ બીને લઈને ખુલાસો કરતાં જણાવ્યું કે અમિતાભ ખૂબ જ શરમાળ છે. જો તેમની કોઈ ગર્લફ્રેન્ડ હોત તો ચોક્કસ તેઓ રોમેન્ટિક હોત. આ સાંભળીને સિમીએ જયાજીને પૂછ્યું કે શું તમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે બિગ બીએ કોઈ રોમેન્સ વગેરે દેખાડ્યો હતો? જેના જવાબમાં જયાજીએ ના કહ્યું.

આ જ એપિસોડમાં જયા બચ્ચનને અમિતાભ બચ્ચનની પ્રાયોરિટીને લઈને પણ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બિગ બીના માતા-પિતા, બાળકો અને કામ સૌથી પહેલાં આવે છે. મજાકમાં જયાજીએ એવું પણ કહી દીધું કે બિગ બી કોઈ બીજાની પાછળ પણ પડી શકે છે પણ હું તેમની છેલ્લી પ્રાયોરિટી છું.

આ પણ વાંચો…અવનીત કૌરે એક છોકરાની કરી નાખી ધોલાઈ, કારણ જાણશો તો ચોંકી જશો!

જયા બચ્ચનના આ જૂના ઈન્ટરવ્યુના અંશો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. જોકે, જયાજીએ બિગ બી વિશે કરેલાં ખુલાસા એ એક મજાકનો ભાગ હતા કે પછી તેમની વ્યથા હતી એ તો તેઓ જ વધારે સારી રીતે કહી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button