મનોરંજન

હાય…. Jaya Bachchanનો આવો અંદાજ જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય?

બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર અને પારવરફૂલ ફેમિલીમાંથી એક બચ્ચન પરિવાર હાલમાં પર્સનલ કારણોસર ચર્ચામાં આવે છે. આ બધા વચ્ચે જયા બચ્ચન (Jaya Bachchan) એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં મિસિઝ બચ્ચનનો જોવા મળી રહેલો અંદાજ જોઈને તમને તમારી ખુદની આંખો પર વિશ્વાસ નહીં થાય. ચાલો તમને જણાવી દઈએ-
જયા બચ્ચન નામ આવે એટલે તરત જ ગુસ્સાવાળો કે ચિડાયેલો જયા બચ્ચનનો ચહેરો જ સામે આવે. પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો જોઈને યુઝર્સના હોંશ ઉડી ગયા છે.

આ પણ વાંચો: બિગ બીને પિતાને કારણે જયા બચ્ચન સાથે લગ્ન કરવાની આવી હતી નોબત, જાણો કારણ?

ફોર એ ચેન્જ આ વખતે જયા બચ્ચન હસી-મજાક કરતાં જોવા મળી રહ્યા છે. બ્લેક પેન્ટ, વ્હાઈટ શર્ટ અને બ્લેક દુપટ્ટ અને ખુલ્લા વાળમાં બ્લેક હેરબેન્ડ, હાથમાં માઈક સાથેનો જયા બચ્ચનનો આ અનોખો અંદાજ જોઈને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા હતા. એટલું જ નહીં પણ જયા બચ્ચન ગીત ગાતા હોય એવું પણ લાગી રહ્યું છે. તમે વધારે ગૂંચવાઈ જાય એ પહેલાં તમને જણાવીએ કે આખો માંઝરો શું છે એ-

View this post on Instagram

A post shared by Tips Films (@tipsfilmsofficial)

વાત જાણે એમ છે કે આ જયા બચ્ચનની આગામી ફિલ્મનો લૂક છે. ફોટોમાં ફિલ્મના બીજા બે સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે. જયા બચ્ચન સાથે આ ફોટોમાં સિદ્ધાંત ચતુર્વેદી, વામિકા ગબ્બી અને હરમન બાવેજા જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં બધા નાચતા, ગાતા અને ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા જોવા મળી રહ્યા છે. જયા બચ્ચનની આ ફિલ્મનું નામ દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ છે.

આ પણ વાંચો: સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….

મળી રહેલી માહિતી પ્રમાણે આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં જયા બચ્ચનને હસતા-મસ્તી મજાક કરતાં જોઈને ફેન્સ પણ થોડા ગૂંચવાઈ ગયા છે. અત્યાર સુધીના ઈતિહાસ પર નજર કરીએ તો જયા બચ્ચનનો આ અંદાજ એકદમ જ અલગ છે, એટલે વિશ્વાસ કરવાનું અઘરું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button