મનોરંજન

જાહ્નવી કપૂરે દહી-હાંડી ફોડીને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, વીડિયો વાયરલ

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ માટે સમાચારમાં છે. જન્માષ્ટમીના અવસર પર અભિનેત્રીએ મુંબઈમાં આયોજિત દહીં-હાંડી ઉત્સવમાં હાજરી આપી હતી, જ્યાં તેની હાજરીથી વાતાવરણમાં રોનક આવી ગઈ હતી.

પરંપરાગત લુકમાં પહોંચેલી જાહ્નવીએ સ્ટેજ પર પહોંચીને મટકી ફોડી હતી. સાથે સ્વતંત્રતા દિવસ પણ હોવાથી તેણે ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા. ભારત માતા કી જયના નારા લગાવ્યા પછી એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આપણ વાંચો: ‘પરમ સુંદરી’નું ટ્રેલર રિલીઝઃ શું જાહ્નવી કપૂરની એક્ટિંગ કરી શકશે ઇમ્પ્રેસ?

કાર્યક્રમ દરમિયાન જાહ્નવીએ મરાઠી ભાષામાં ચાહકોને સંબોધિત કર્યા હતા. જોકે, તેના માટે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. કેટલાક યૂઝર્સે લખ્યું હતું કે જો જાહ્નવી મરાઠી બોલવા માંગતી હોય તો તેણે હિન્દી ફિલ્મોને બદલે મરાઠી સિનેમામાં કામ કરવું જોઈએ. તો અન્ય લોકોએ મજાક કરતા લખ્યું, ‘તમે કેટલા દિવસ સુધી આ રીતે બોલવાની પ્રેક્ટિસ કરી?’

કાર્યક્રમ પૂરો થયા પછી જાહ્નવી પોતાની કાર તરફ જઈ રહી હતી ત્યારે તે ચાહકોની ભીડમાં જોરદાર ઘેરાઈ ગઈ હતી. આ દરમિયાન અભિનેત્રીને ધક્કામુક્કીનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે, બાઉન્સર્સની મદદથી તે સુરક્ષિત રીતે પોતાની કાર સુધી પહોંચી ગઈ હતી.

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ‘પરમ સુંદરી’માં જોવા મળશે, જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. ચાહકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહી છે, અને ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button