મેલ ઈગોને હેન્ડલ કરવો એ મોટો પડકાર, જાહ્નવી કપૂરે આવું કેમ કહ્યું?

મુંબઈ: ટ્વિંકલ ખન્ના અને કાજોલે શરૂ કરેલા ટોક શો ‘ટૂ મચ’માં ફિલ્મી સેલિબ્રિટીઓ મુખ્ય મહેમાન બનીને આવી રહી છે. તાજેતરમાં ‘ટૂ મચ’ શોમાં કરણ જોહર અને જાહ્નવી કપૂર આવ્યા હતા. જેમાં જાહ્નવી કપૂરે મેલ ઈગો અંગે વાત કરી હતી. મેલ ઈગોને હેન્ડલ કરવાને જાહ્નવી કપૂરે મોટો પડકાર કરાવ્યો છે. જાહ્નવી કપૂરે આ સિવાય પણ બીજી ઘણી વાત કરી છે. જાહ્નવી કપૂરે બીજું શું કહ્યું છે, આવો જાણીએ.
કોઈને ખુશ રાખવા માટે…
‘ટૂ મચ’ ટોક શોમાં જાહ્નવી કપૂરે ટ્વિંકલ ખન્ના સાથે વાત કરતા જણાવ્યું કે, “હું જાણું છું કે હું મારા કામના માહોલમાં વિશેષાધિકારના કારણે આવી છું. પરંતુ મારી માટે સૌથી મોટો પડકાર મેલ ઈગોને હેન્ડલ કરવાનો રહ્યો છે. હાલ હું એવી જગ્યાએ છું, જ્યાં હું નિ:સંકોચપણે પોતાનો અભિપ્રાય આપી શકું છું. પરંતુ શરૂઆતમાં હું એવી પરિસ્થિતિમાં હતી કે, જ્યાં મને કોઈને ખુશ કરવા માટે પોતાની જાતને ઓછી સમજદાર બતાવવી પડતી હતી. આપણે પોતાની લડત જાતે પસંદ કરવી પડે છે અને એ વિચારવું પડે છે કે કોઈને નારાજ કર્યા વગર આપણી વાતને કેવી રીતે રજૂ કરી શકાય.”
કૂટનીતિક હોવું કેમ જરૂરી છે
જાહ્નવી કપૂરની આ વાતને લઈને ટ્વિંકલ ખન્નાએ સહાનુભૂતિ દાખવી હતી. ટ્વિંકલ ખન્નાએ પણ પોતાના ફિલ્મી કરિયરમાં આવેલ પડકારો અંગે જણાવ્યું હતું કે, “જ્યારે હું નાની હતી, મને પણ આ જ સમસ્યા રહેતી હતી. હું એ ક્યારેય સમજી ન શકી કે કૂટનીતિક હોવું કેમ જરૂરી છે.”
જાહ્નવી કપૂરે આગળ જણાવ્યું કે, “હું આજે પણ પોતાની લડત લડી રહી છું. મને ખબર છે કે આ સીન બરાબર નથી. પરંતુ હું તેને છોડી દઉં છું અને આગલા મોકે પોતાની વાત રજૂ કરું છું. પરંતુ મને પહેલા 10 સારી વાતો કહેવી પડે છે અને એ બતાવવું પડે છે કે હું આ કરવામાં સક્ષમ નથી. આવું એટલા માટે કેમ કે મને એવું લાગે છે કે, આ સીનને આ રીતે કરવો ખોટું છું. હું એમ નથી કહીં રહીં કે તે ખોટું છે, એના બદલે હું કહું છું કે મને સમજાઈ રહ્યું નથી.”



