42 લાખ રૂપિયાની ઈયર રિંગ્સ અને 8 કરોડ રૂપિયાનો નેકલેસ, Ambani Familyને ટક્કર મારે છે આ એક્ટ્રેસ…

બોલીવૂડ સ્ટાર્સ પોતાના સ્ટાઈલ અને સ્ટેટમેન્ટથી ફેન્સને હેરાન કરતાં હોય છે અને ધડક ગર્લ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)એ કરોડો રૂપિયાની જ્વેલરી પહેરીને દુનિયાના ધનવાન ગણાતા અંબાણી પરિવાર (Ambani Family)ની લેડિઝ ક્લબને ટક્કર આપી હતી. જ્હાન્વી કપૂરના ઈયર રિંગ્સ જોઈને તો તમે એની કિંમત પર વિશ્વાસ કરવાનું અઘરું થઈ જશે અને તમે પણ આ જ્વેલરીની ધારી-ધારીને જોવા લાગશો. ચાલો જોઈએ જ્હાન્વીની જ્વેલરીની એક ઝલક…
આ પણ વાંચો :જાન્હવી કપૂરની નવી કારની કિંમત તમને ચકરાવે ચઢાવી દેશે!
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જ્હાન્વી કપૂરે પહેરેલા આ ટચૂકડાં ઈયરરિંગ્સની કિંમત 42 લાખ રૂપિયા છે અને તેણે પહેરેલાં નેકલેસની કિંમત પણ આઠ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્હાન્વીનો આ ગોલ્ડન ગર્લવાળો અંદાજ ખૂબ જ કાતિલાના હતો, પરંતુ લોકોની નજર તો તેમના જ્વેલરી પર જ ટકી ગઈ હતી.
આ પણ વાંચો :Isha Ambaniની સ્ટાઈલ કોપી કરી આ બોલીવૂડ એક્ટ્રેસે? Kapoor Family સાથે છે કનેક્શન…
જ્હાન્વીએ ફેમસ ડિઝાઈનર રિમઝિમ દાદુએ ડિઝાઈન કરેલી ગોલ્ડન શિમરી આઉટફિટ પહેર્યો હતો. આ આઉટફિટ ખૂબ જ સ્ટનિંગ હતો. જ્હાન્વીનો આ લૂક તેની ફિલ્મ દેવરા માટે મેથડ ડ્રેસિંગનો હિસ્સો હતો. પરંતુ આ બધામાં લાઈમલાઈટ લૂંટી હતી તેની જ્વેલરીએ. જ્હાન્વીએ આ સમયે Bvlgariનો ફ્લાવર પેટર્નનો નેકલેસ, રિંગ્સ અને ડીવા ડ્રીમ ઈયર રિંગ્સ પહેરી હતી. આ ઈયર રિંગ્સની કિંમત 42,16,000 કૂરિયા હોવાનું કહેવાય છે.
આ સિવાય જ્હાન્વીનો બીજો એક ગોલ્ડન ગર્લ અવતાર પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. આમાં તેણે ગૌરવ ગુપ્તાએ ડિઝાઈન કરેલા કસ્ટમ મેડ શિમરી ગાઉન પહેર્યો હતો. ઓફ શોલ્ડર ગાઉન સાથે પણ જ્હાન્વીએ Bvlgariની જ જ્વેલરી કેરી કરી હતી. આ સમયે તેણે ગોલ્ડ ચોકર સેટ પહેર્યો હતો, જેમાં કલરફૂલ ડાયમંડ્સ જડવામાં આવ્યા હતા. આ સાથે તેણે રેડ ગોલ્ડ Serpenti Viper ઈયરરિંગ્સ પણ પહેર્યા હતા. આ નેકપીસની કિંમત આઠ કરોડ રૂપિયા તો ઈયર રિંગ્સની કિંમત 9,31,000 રૂપિયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
જ્હાન્વીનો આ જ્વેલરી ટેસ્ટ અદ્દલ અંબાણી પરિવારના મહિલા મંડળ જેવો છે. અંબાણી પરિવારની મહિલાઓ પાસે પણ એકથી ચઢિયાતા એક ડિઝાઈનર પીસ અને જ્વેલરી છે જેની કિંમત પણ લાખો કરોડો રૂપિયાની હોય છે.