Isha Ambaniની સ્ટાઈલ કોપી કરી આ બોલીવૂડ એક્ટ્રેસે? Kapoor Family સાથે છે કનેક્શન…
અંબાણી પરિવારની લેડિઝ ક્લબની તમામ માનુનીઓની ફેશન સેન્સ અને બ્યુટી સેન્સ એકદમ લાજવાબ છે. Nita Ambani, Shloka Maheta, Isha Ambani અને Radhika Merchant પોતાના ગજબના ફેશનસેન્સથી હંમેશા લાઈમલાઈટ ચોરી લે છે, પણ હવે બોલીવૂડની એક જાણીતી એક્ટ્રેસ પણ ઈશા અંબાણીની ફેશનસેન્સની દિવાની બની ગઈ છે અને તેણે એની સ્ટાઈલને કોપી કરી હતી. આવો જોઈએ કઈ છે આ અભિનેત્રી-
આ પણ વાંચો : Well done Jhanvi Kapoor…અભિનેત્રીએ એક વિષય પર વાત કરી સૌને ચોંકાવી દીધા
અમે અહીં વાત કરી રહ્યા છે ધડક ગર્લ Janhvi Kapoorની. જ્હાન્વી કપૂર અંબાણી પરિવારના સંબંધમાં પણ થાય છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. હાલમાં જ સોશિયલ મીડિયા પર જ્હાન્વીના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તેણે ઈશા અંબાણીની સ્ટાઈલ કોપી કરી હોવાનું દેખાઈ રહ્યું છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના રિસેપ્શનમાં ઈશા અંબાણીએ મિસમેચ્ડ ઈયરરિંગ્સ પહેર્યા હતા. મનિષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા આઉટ ફિટ સાથે ઈશાએ નવરત્ન હાર પહેર્યો હતો. આ હાર એ સમયે પણ ચર્ચાનું કારણ બન્યો હતો અને આ હાર સાથે ઈશાએ મિસમેચ્ડ ઈયરરિંગ્સ પહેરીને પોતાના લૂકને વધારે ગ્રેસફૂલ બનાવ્યો હતો.
આ પણ વાંચો : જાન્હવી કપૂરની નવી કારની કિંમત તમને ચકરાવે ચઢાવી દેશે!
ઈશાની આ ફેશન જ્હાન્વી કપૂરને પસંદ આવી ગઈ હતી કારણ કે જ્હાન્વીએ પોતાની ફિલ્મ ઉલઝના પ્રમોશન દરમિયાન ઈશા અંબાણીની જેમ જ મિસમેચ્ડ ઈયરરિંગ્સ પહેર્યા હતા. બ્લેક બ્લેઝર અને સ્કર્ટ પહેરીને ઉલઝનું પ્રમોશન કરવા પહોંચેલી જ્હાન્વીએ બંને કાનમાં અલગ અલગ ઈયરરિંગ્સ પહેર્યા હતા. આ સમયે જ્હાન્વીએ એક કાનમાં સિલ્વર હૂપ પહેર્યું હતું તો બીજા કાનમાં તેણે સિલ્વર ઈયર કફ પહેર્યું હતું. તમારું શું કહેવું છે જ્હાન્વીની આ વિચિત્ર ફેશન પર?