હાઉસફુલ 5માં જેકલીન ફર્નાન્ડીઝને પડકારતી પંજાબી હિરોઈન કોણ હશે?

મુંબઈઃ હાઉસફુલ સિરીઝની ફિલ્મ એક બ્રાન્ડ બની ગઈ છે. દર્શકો તેની દરેક ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. હવે હાઉસફુલ 5ની રિલીઝ માટે 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે.
ગઈકાલે મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલરને પણ ઘણો પ્રેમ મળ્યો છે. ટ્રેલરમાં અક્ષય કુમારથી લઈને જેકલીન ફર્નાન્ડીઝ સુધીના કલાકારોનો દમદાર અભિનય જોઈ શકાય છે.
આપણ વાંચો: જેક્લીન ફર્નાન્ડીઝને થયો કડવો અનુભવ, એવું તો શું કર્યું ચાહકે, જાણો?
ચાર-પાંચ નહીં, પણ 28 બોલીવુડ સ્ટાર્સનો શંભુમેળો ધરાવતી આ ફિલ્મમાં એક પંજાબી હિરોઈન સોનમ બાજવા પણ પોતાનો કમાલ બતાવતી જોવા મળશે. એટલું જ નહીં, સોનમ બાજવા પોતાના દમદાર ડાન્સથી જેકલીનને જોરદાર ટક્કર આપશે.

હાઉસફુલ-5 બોલીવુડની મલ્ટિસ્ટારર ફિલ્મોમાં સૌથી મોટી છે. ફિલ્મમાં અક્ષય કુમારથી લઈને ચંકી પાંડે અને નાના પાટેકર સુધીના હીરો અને 5 હિરોઈન પણ જોવા મળશે, જેમાં જેકલીન ફર્નાન્ડીઝ, સૌંદર્યા શર્મા, ચિત્રાંગદા સિંહ, નરગીસ ફખરી અને સોનમ બાજવા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: અભિનયની પાઠશાળામાં અક્ષય
આ હિરોઈનોમાં જેકલીન અને સોનમ બાજવાનો ધમાકેદાર ડાન્સ પણ ટ્રેલરમાં જોવા મળે છે. આ ડાન્સ જોઈને અત્યારથી જ ફેન્સ બંનેની સરખામણી કરવા લાગ્યા છે. ટ્રેલર લોન્ચ થયું ત્યારે સંજય દત્ત સિવાય આખી સ્ટાર કાસ્ટ ત્યાં હાજર હતી.
હાઉસફુલ 5 સિનેમાઘરોમાં 6 જૂને આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ સિરીઝની ફિલ્મોની ખાસિયત મુજબ જોરદાર કોમેડી તો છે જ, સાથે જકડી રાખે તેવું સસ્પેન્સ પણ જોવા મળશે. ફિલ્મમાં એક એવા માણસની હત્યા થાય છે જે અબજોની સંપત્તિનો માલિક છે.
આ માલિકનું પાત્ર રણજીતે પોતે ભજવ્યું છે. મરતા પહેલા રણજીત તેની મિલકત જોલીને સોંપી દે છે, જે ધીરે ધીરે જાણવા મળે છે. પણ અંતે હત્યાના કેસમાં આખી વાર્તા બદલાઈ જાય છે. હવે ખાસ વાત એ છે કે આ ફિલ્મ 2 અંત સાથે બનાવવામાં આવી છે અને બંને અંત પસાર થઈ ગયા છે. ફિલ્મની વાર્તા બંને અંત સાથે જોઈ શકાય છે અને તે એ જ રીતે રિલીઝ થઈ રહી છે.