ઐશ્વર્યા અને બચ્ચન પરિવારના તણાવ માટે જવાબદાર છે એશની કુંડળીમાં રહેલો આ યોગ?
છેલ્લાં કેટલાક દિવસથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના સંબંધોમાં આવેલા ખટરાગની વાતોથી બી-ટાઉનની ગલીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વોલ્સ ઉભરાઈ રહી છે. દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન છૂટા પડી રહ્યા છે. પરંતુ આ આખા મામલામાં ઐશ્વર્યા-અભિષેકે મૌન સેવ્યું છે. હવે આ બાબતમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને આ માહિતી આ કપલના નજીકની વ્યક્તિ પાસેથી આવી રહી છે અને આ માહિતી જાણીને ફેન્સને પણ મોટો આંચકો લાગ્યો છે.
પરંતુ આ બધું તો ચાલ્યા કરશે પણ આજે આપણે અહીં ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની કુંડળીમાં બની રહેલાં યોગ વિશે વાત કરીશું કે શું ખરેખર ઐશ્વર્યાની કુંડળીમાં છુટાછેડાનો યોગ બની રહ્યો છે કે નહીં? ઐશ્વર્યા માંગલિક છે એ વાત તો આપણે જાણીએ છીએ અને તે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ પણ જીતી ચૂકી છે. આ એક એવી ઐતિહાસિક ઘટના છે કે જેણે ઐશ્વર્યા રાયને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી અને ત્યાર બાદ તે પછી ઐશ્વર્યાએ ફિલ્મોમાં કામ કર્યું અને પછી તેણે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા.
ઐશ્વર્યા રાય-બચ્ચનનો જન્મ પહેલી નવેમ્બર, 1973ના સવારે 4.05 કલાક મેંગ્લોરમાં થયો હતો અને તેમની કુંડળી કન્યા રાશિની છે અને બુધ લગ્નનો સ્વામી છે. એશનો બુધ ત્રીજા ભાવમાં બિરાજમાન છે અને એને કારણે તેના જીવનમાં હંમેશા જ ભાગાદોડી જોવા મળશે, તેને હંમેશાં પિતા તરફથી અઢળક પ્રેમ મળશે અને પિતા તરફથી મદદ મળી રહી છે. મંગળ એશની કુંડળીમાં સ્વગૃહી છે અને આઠમા ભાવમાં બિરાજમાન છે, જે ઐશ્વર્યાને માંગલિક પણ બનાવે છે. આ પરિસ્થિતી તેના અને તેના સાસરીપક્ષ સાથેના ખરાબ સંબંધોને દર્શાવે છે.
આ સિવાય હાલમાં જ ઐશ્વર્યાની કુંડળીમાં જૂન 2007થી જૂન 2025 સુધી રાહુની મહાદશા રહેવાની છે અને હાલમાં રાહુમાં ચંદ્રની અંતર્દશા નવેમ્બર 2022થી 2024 સુધી ચાલવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને રાહુ તેને ગ્રહણ લગાવે છે. રાહુ ક્યારેક વ્યક્તિની ખોટી બદનામી માટે પણ જવાબદાર છે. આવી પરિસ્થિતીમાં ઐશ્વર્યાના લગ્નજીવનની લઇને થતી વાતો પર કોઇ પ્રકાશ પાડવો નહીં માનવામાં આવે અને મહત્વની વાત એ છે કે 2025 પછી તેમની કારકિર્દીમાં પણ ફરી એક વખત પરિવર્તન જોવા મળશે.