
મુંબઈ: ‘સૈયારા’ ફિલ્મ છેલ્લા એક અઠવાડિયામાં થિયેટર અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં ઇમોશનલ લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. પરંતુ આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો હાસ્યાસ્પદ બની રહ્યા છે. ઘણા લોકો તેને પીઆર સ્ટંટ પણ ગણાવી રહ્યા છે.
‘સૈયારા’ ફિલ્મના પીઆર સ્ટંટનું સત્ય
મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત ‘સૈયારા’ ફિલ્મ દર્શકોને અને ખાસ કરીને પ્રેમી-પંખીડાઓને ભાવુક કરનારી છે. શરૂઆતના એક-બે દિવસમાં જ્યારે આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા ત્યારે તેમાં દર્શકોને લાગણી રહેલી છે, એવું લાગતું હતું. પરંતુ ત્યારબાદ જે રીતે સમગ્ર દેશના થિયેટરમાંથી લોકોના રડવાના, બૂમો પાડવાના, શર્ટ કાઢીને જમીન પર આળોટવાના જે રીતે વીડિયો સામે આવી રહ્યા છે, તેને હવે કેટલાક સોશિય મીડિયા યુઝર્સ પીઆર સ્ટંટ ગણાવી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયોમાં જણાવ્યું હતું કે, “ફિલ્મ સારી છે, પરંતુ આ ‘સૈયારા’ ફિલ્મના ચાહકો નથી. તે પેઇડ થિયેટર એક્ટિવેશન અને સોશિયલ મીડિયા પર પેઇડ એમ્પીફિકેશન છે. ‘છાવા’ ફિલ્મના નિર્માતાઓએ પણ તેનો ઉપયોગ કર્યો હતો.”
આપણ વાંચો: દિલજીત દોસાંઝે ‘બોર્ડર 2’ના સેટ પરથી વીડિયો શેર કરી આપી મોટી અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
થિયેટરની હાલત જોઈને હવે ઝેન ઝી પણ તોબા પુકારી રહ્યા છે. અન્ય એક યુઝર્સે થિયેટરનો વીડિયો શેર કરીને લખ્યું કે, ‘પેઈડ રિવ્યુ સુધી તો બધુ બરાબર હતુ, પરંતુ હવે તો થિયેટરમાં પેઈડ રડવાનું પણ નવું ખાનગી માર્કેટિંગ છે.’ બીજા યુઝર્સે લખ્યું કે, “શું આ પીઆર છે કે પછી આ યુવાનોને ખરેખર સારવારની જરૂરિયાત છે.” આજકાલ થિયેટરમાં ભારે પેઇડ પ્રમોશન ચાલી રહ્યું છે, સોશિયલ મીડિયા પર યુઝર્સ આવું પણ લખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સૈયારા ફિલ્મ 18મી જુલાઈના રિલીઝ થઈ હતી અને શુક્રવારે 25મી જુલાઈના આ ફિલ્મને એક વીક પૂરું થયું. એક અઠવાડિયામાં જ આ ફિલ્મ 200 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મની એક અઠવાડિયાની કમાણીને જોતા એવું કહી શકાય કે આવનારા દિવસોમાં સૈયારા વધારે નવા રેકોર્ડ બનાવવામાં સફળ થશે.