નવા વર્ષમાં આ બોલીવૂડ કપલ માંડશે પ્રભૂતામાં પગલાં?
વર્ષ ભલે બદલાય પણ બોલીવૂડમાં ગપશપ તો ચાલુ જ રહેશે. આજકાલ તો એકાદા ફોટાથી પણ ગોસિપ ચાલવા માંડે છે ત્યારે નવા વર્ષે નવી ખબરો આવતી રહે છે તેમાં પહેલી ખબર સારા સમાચાર તરીકે આવી છે.
બોલીવૂડના ખબરીઓનું માનીએ તો આ વર્ષે સેલિબ્રિટી કપલ એટલે કે બન્ને બોલીવૂડ સાથે જોડાયેલા છોકરો ને છોકરી લગ્નની ગાંઠે બંધાવા જઈ રહ્યા છે. આમ તો આ બન્ને ડેટ કરતા હોવાની ખબર થોડા દિવસો પહેલા સમાચારોમાં હતી, પણ હવે તેમના લગ્નના વેન્યુથી માંડી માહિતીઓ વાયરલ થઈ રહી છે. વાત છે અભિનેત્રી રકુલ પ્રિત અને અભિનેતા જેકી ભગનાનીની. આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બન્ને 22મી ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાના છે.
અગાઉ રકુલે જેકી સાથે જન્મદિવસે ફોટા શેર કર્યા હતા જેમાં તેણે કેપ્શન લખી સૌ કોઈને હીંટ આપી હતી કે તેઓ ડેટ કરી રહ્યા છે. બન્નેએ હાથમાં હાથ લીધેલો ફોટો ફેન્સને ઘણો ગમ્યો હતો. જોકે હવે તેમના લગ્નની ખબરોએ સૌ કોઈને વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર આપ્યા છે. હાલમાં તો રકુલ નવા વર્ષની મજા માણી રહી છે. તેના ફોટા પણ તેમે શેર કર્યા છે.
જ્યાર વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પાસે અમુક સારા પ્રોજેક્ટ છે જ્યારે જેકી ફિલ્મીજગતમા હજુ નામ કમાઈ શક્યો નથી.