‘બિગ બૉસ’ના 16 વર્ષના ઇતિહાસમાં આટલા સેલિબ્રિટિઝ બન્યા છે વિજેતા, કોણ હતા?

મુંબઈ: દેશના સૌથી લોકપ્રિય અને કોન્ટ્રોવર્સિયલ શો ‘બિગ બૉસ’ (Bigg Boss)ના કુલ 17 સિઝન આવી ચૂક્યા છે. તાજેતરમાં ચાલી રહેલા બિગ બૉસ સિઝન 17ને પણ દર્શકોએ ખૂબ જ પ્રેમ અને પસંદ પણ કરે છે. બિગ બૉસમાં દર વર્ષે જુદા જુદા સેલિબ્રિટિઝ વિજેતા બને છે. કુલ 16 સિઝનમાં વિનર બનેલા આ બિગ બૉસ વિજેતાઓની યાદી જાણીએ.
બિગ બૉસમાં મોટે ભાગે કોઈ વિવાદમાં રહેલા અથવા પ્રખ્યાત ફિલ્મ-ટીવી અભિનેતાઓ અને સેલેબ્રિટીઝ આવે છે, જેમાં શોમાં ભાગ લેનારા દરેક સેલેબ્રિટીઝે અમુક દિવસો સુધી એક ઘરમાં રહીને જુદા જુદા ટાસ્ક કરવા પડે છે.
બૉલીવૂડના પ્રખ્યાત અભિનેતા રાહુલ રોય બિગ બૉસની પહેલી સિઝનના વિનર બન્યા હતા. તેમ જ બીજી સિઝનમાં અભિનેતા આશુતોષ કૌશિક વિજેતા રહ્યો હતી. આશુતોષ કૌશિકે રોડીઝમાં પણ વિજેતા બન્યો હતો.
બિગ બૉસની સિઝન ત્રણમાં રામાયણ સિરિયલમાં હનુમાનનો રોલ કરી ચૂકેલા દારા સિંહના દીકરા અભિનેતા વિંદુ દારા સિંહ પણ જોવા મળ્યા હતા, જેમાં તેઓ બિગ બૉસની સિઝન ત્રણના વિનર પણ બન્યા હતા.
બિગ બૉસની ચોથી સિઝન પોતાના લુક અને ફિટનેસથી ચર્ચામાં રહેતી શ્વેતા તિવારી વિનર બની હતી. પાંચમી સિઝનમાં અનેક ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલી જુહી પરમાર, છઠ્ઠી સિઝનમાં ગુજરાતી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા, સિઝન સાતમાં મોડલ ગૌહર ખાન, સિઝન આઠમાં અભિનેતા ગૌતમ ગુલાટી, સિઝન નવમાં પ્રિન્સ નરૂલા, સિઝન દસમાં માનવીર ગુર્જર આ લોકો વિનર રહ્યા હતા.