માત્ર ત્રણ દિવસમાં ‘મા’ ફિલ્મે 2025ની 12 ફિલ્મોને પાછળ છોડી, રવિવારે કરી આટલા કરોડની કમાણી

મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી કાજોલ (Kajol)ની ફિલ્મ ‘મા’ (Maa) 27મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કાજોલની આ પહેલી હોરર ફિલ્મ છે, જેની લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા. અજયની શૈતાન બાદ હવે કાજોલની ‘મા’ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘મા’માં કાજોલે કરેલા અભિનયના દર્શકો ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. માત્ર વખાણ જ નહીં પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી પણ સારી એવી કરી રહી છે. ત્રીજા દિવસે કાજોલની ‘મા’ ફિલ્મે કેટલી કમાણી કરી તેના આંકડા આવી ગયા છે. ચાલો જાણીએ અત્યાર સુધીમાં આ ફિલ્મે કેટલા કરોડની કમામી કરી છે?
રવિવારે ‘મા’ ફિલ્મે 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી
આ ફિલ્મમાં કાજોલે મા અંબિકાના પાત્રમા અભિનય કર્યો છે. પહેલા દિવસે કાલોજની ફિલ્મે (MAA Box office collection) 4.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે શનિવાર હોવાથી 6 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. જ્યારે કાલે રવિવારે પણ ભારતમાં ‘મા’ ફિલ્મે 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મે ત્રણ દિવસમાં કુલ 17.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મેકર્સને આશા છે કે, હજી પણ આ ફિલ્મની કમાણીમાં વધારો થશે.
આ 12 ફિલ્મોને ‘મા’ ફિલ્મે પાછળ છોડી બોક્સ ઓફિસ પર પક્કર જમાવી
‘મા’ ફિલ્મે 2025ની 12 ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે. માત્ર ત્રણ દિવસમાં એટલી કમાણી કરી છે કે, 2025ની આ 12 ફિલ્મોએ લાઇફટાઈમ પણ આટલી કમાણી નથી કરી. આ ફિલ્મોની યાદીમાં લવયાપા, સુપરબોયઝ ઓફ માલેગાવ, બેડએસ રવિકુમાર, ચિડિયા, ધ ભૂતની, કેસરી વીર, કંપકંપી, ફુલે, મેરે હસબન્ડ કી બીવી, ફતેહ અને ક્રેજી સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.
રવિવારે સિતારે જમીન પર ફિલ્મે 14.50 કરોડનો વેપાર કર્યો
આમિર ખાનની સિતારે જમીન પર ફિલ્મની વાત કરવામાં આવે તો, આ ફિલ્મનું કુલ કલેક્શન 122.65 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સપ્તાહના અંતે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’નો જાદુ જોવા મળ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે 10મા દિવસે એટલે કે રવિવારે સિતારે જમીન પર ફિલ્મે 14.50 કરોડનો વેપાર કર્યો, જે ‘મા’ અને ‘કનપ્પા’ કરતા ઘણો વધારે છે. આમિરની ફિલ્મનું કુલ કલેક્શન 122.65 કરોડ પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો…સિનેમાઘરોમાં સિતારે જમીન પર ફિલ્મનો દબદબો યથાવત, કાજોલની ‘મા’ ફિલ્મે પણ પક્કડ જમાવી