રેડ ડ્રેસમાં તૃપ્તિ ઈવેન્ટમાં છવાઈ ગઈ
મુંબઈઃ એનિમલ ફિલ્મ કરતા ફિલ્મના ગીતે ધૂમ મચાવી છે, તેમાંય વળી સોશિયલ મીડિયા પર ફિલ્મના ગીતે જોરદાર વાઈરલ થઈ રહ્યું છે. ફિલ્મના અભિનેતા સાથે અભિનેત્રીઓની એક્ટિંગની નોંધ લેવામાં આવે છે, તેમાંય તૃપ્તિ ડિમરી ચર્ચામાં છે.
રાતોરાત નેશનલ ક્રશ તૃપ્તિ બની ગઈ છે, જેમાં ફિલ્મ પછી તેના ચાહકોની યાદીમાં ત્રણેક મિલિયનથી વધુ તેના ફોલોઅર્સ વધી ગયા છે. ફિલ્મની સાથે સોશિયલ મીડિયા પર જનરલ લૂકમાં આગ લગાવી મૂકી છે.
તાજેતરમાં એક ઈવેન્ટમાં ગોર્જિયસ લૂકમાં જોવા મળી હતી. સ્લીવલેસ લોન્ગ રેડ ડ્રેસમાં જોવા મળેલી તૃપ્તિ પરી જેવી લાગતી હતી. ખુલ્લા વાળ, બ્રાઉન શેડની લિપસ્ટિક અને શિમરી મેકઅપમાં જોવા મળતી તૃપ્તિ રેડ ડ્રેસમાં છવાઈ ગઈ હતી.
સિજલિંગ લૂકમાં જોવા મળતી તૃપ્તિના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર જોરદાર છવાઈ ગઈ હતી.
હજુ પણ તમે જો ઓળખ્યા ન હોય તો અનિમલ ફિલ્મ પછી તૃપ્તિના ફેનની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. 2023માં મોસ્ટ પોપ્યુલર ઈન્ડિયન સ્ટારનો ખિતાબ પણ મળ્યો છે, જ્યારે લોકો તેને નેશનલ ક્રશ કહેવા લાગ્યા છે.
તૃપ્તિના વર્કફ્રન્ટની વાત કરીએ તો એનિમલ ફિલ્મ સિવાય પણ અનેક ફિલ્મોમાં તેને કામ કર્યું છે. તૃપ્તિએ કલા, બુલબુલ, લૈલા મજનૂ, પોસ્ટર બોયઝ અને મોમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત, વેબસિરીઝમાં પણ કામ કર્યું છે.