મનોરંજન

જો તમને પણ બનાવવી છે હૃતિક રોશન જેવી બોડી તો…

બોલીલૂડના સેલેબ્સ પોતાની બોડીને એકદમ ફિટ એન્ડ ફાઈન તેમ જ શેપમાં રાખવા માટે ખૂબ જ પરિશ્રમ કરે છે અને એમાં પણ જો પરફેક્ટ બોડીની વાત કરીએ તો આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બી-ટાઉનના ગ્રીક ગોડ ગણાતા હૃતિક રોશનનું. 49 વર્ષે પણ હૃતિકની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે અને તેની ફિટનેસથી તે અસંખ્ય યુવતીઓના દિલ પર રાજ કરે છે. જો તમને પણ હૃતિક રોશન જેવી બોડી મેળવવી હોય તો આજે અમે અહીં તમારા માટે હૃતિક રોશનના ડાયેટ પ્લાન વિશે મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ.

જે લીલી શાકભાજી જોઈને આપણે નાકનું ટીચકું ચઢાવીએ છીએ એ શાકભાજી હૃતિકના પ્લાનનો મહત્ત્વનો હિસ્સો છે. હૃતિકને પાલકની ભાજી ખાવાનું સૌથી વધું ગમે છે. આમ તો હૃતિક રોશન બધા જ લીલા શાકભાજી ખૂબ જ પ્રેમથી ખાય છે. હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે લીલા શાકભાજીમાં સૌથી વધુ પૌષ્ટિક તત્વો મળી આવે છે અને આ જ શાકભાજીનો પોતાના ડાયેટમાં સામેલ કરીને હૃતિક રોશન નિરોગી અને બોડીને શેપમાં રાખે છે.

બ્રેકકફાસ્ટમાં આ ખાય છે ગ્રીક ગોડ

હૃતિક રોશન સવારના નાસ્તામાં પ્રોટિનથી ભરપૂર આહાર ખાય છે. સામાન્યપણે તે નાસ્તમાં પ્રોટિન શેક, બ્રાઉન બ્રેડ અને મલ્ટિવિટામિનની ગોળીઓ સાથે ચાર ઈંડાનું સેવન કરે છે.

બપોરનું લંચ અને રાતનું ડિનર

નાસ્તા બાદ આગળ વધીએ અને વાત કરીએ હૃતિક રોશનની તો તે બપોરે બાફેલો ખોરાક ખાય છે. આ ઉપરાંત તેને બ્રોકોલી ખાવાનું સૌથી વધુ ગમે છે. રાતના ડિનરમાં તે રાંધેલી શાકભાજી જ થાય છે.

આવો છે હૃતિકનો વર્કઆઉટ પ્લાન…

ડાયેટની વાત કરી લીધા આગળ વધીએ અને વાત કરીએ હૃતિકના વર્કઆઉટ પ્લાનની. વર્કઆઉટ કરતાં પહેલાં હૃતિક વોર્મ કરવાનું ભૂલતો નથી. આ સિવાય હૃતિક ટ્રેઈનરની નજર હેઠળ હેવી વર્કઆઉટ કરે છે. હૃતિક રોશનની ગણતરી શ્રેષ્ઠ અભિનેતામાં કરવામાં આવે છે. અનેક અઘરામાં અઘરા સ્ટેપ્સ હૃતિક ખૂબ જ સરળતાથી કરી લે છે એટલે ડાન્સથી પણ હૃતિક રોશન પોતાની જાતને ફિટ રાખેછે. કાર્ડિયો ઉપરાંત હૃતિક રોશનના રોજના વર્કઆઉટમાં સર્કિટ ટ્રેઈનિંગ અને હેન્ડ એક્સરસાઈઝમાં પણ કરે છે. અઠવાડિયામાંથી ચારથી પાંચ દિવસ તે કસરત કરે છે અને જરૂરિયાત પ્રમાણે વર્કઆઉટ પ્લાનમાં ચેન્જિસ પણ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button