‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનું બજેટ કેટલું છે, ખબર ના હોય તો જાણી લો!

મુંબઈઃ સામાન્ય રીતે ઈદ પર ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ ધૂમ મચાવતી હોય છે, પણ આ ઈદ પર ધૂમ મચાવવા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આવી રહી છે. ફિલ્મને લઈ લોકોમાં ખૂબ ચર્ચા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યા પછી ફિલ્મને લઈ ફેન્સનો ક્રેઝ પણ બમણો થઈ ગયો છે. જો કે ફિલ્મના બજેટની વાત કરવામાં આવે તો ફિલ્મમાં સ્ટાર્સની ભરમાર હોવાથી બજેટ પણ આકાશ આંબી રહ્યું છે. ‘બડે મિયાં છોટે મિયાં’ના એક્શન સીન્સ માટે પણ મેકર્સે ધૂમ પૈસા વાપર્યા છે. સાથે જ તેની શૂટિંગ વિદેશમાં થવાના કારણે દિન પ્રતિદિન તેનું બજેટ વધતું જ ગયું હતું.
આપણ વાંચો: બડે મિયાં છોટે મિયાંની ચર્ચા વચ્ચે બેક ટુ બેક ફ્લોપને લઈ અક્ષયે કહીં આ વાત
‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનું બજેટ એટલું વધુ છે કે ફેન્સને ડાઉટ થઈ રહ્યું છે કે ફિલ્મ એટલી કમાણી કરી શકશે કે કેમ. ખરેખર ફિલ્મના બજેટની વાત કરવામાં આવે તો ફિલ્મ 350 કરોડમાં બનીને તૈયાર થઈ છે.
ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મના બજેટને લઈને વાત કરી હતી. અલીએ કહ્યું હતું કે જો તમારે બાઈક સ્ટન્ટ કરવો હોય તે તેની કોસ્ટ ચાર લાખ રૂપિયા હોય છે, પણ જો સ્ટન્ટ ખોટો થાય તો તુરંત ચાર લાખનું નુકશાન થઈ જતું હતું. ત્યાં જ કાર ઉડાવાના સ્ટન્ટમાં 30થી 40 લાખની કોસ્ટ થાય અને જો કાર સ્ટન્ટ ફેલ જાય તો એટલા જ રૂપિયાનું નુકશાન થઈ જાય છે.
અલી અબ્બાસ ઝફરે વધુમાં જણાવ્યું હતું કે છોટે મિયાં બડે મિયાંમાં કેટલાક સ્ટન્ટ એવા છે, જેમાં માત્ર એક દિવસમાં 3-4 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો. તમામ સામાન, હેલિકોપ્ટરના ટેકનિશિયનથી લઈ બધી વસ્તુ મોંઘી હતી. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ અજય દેવગણની મેદાન સાથે ક્લેશ થઈ શકે છે. બન્ને ફિલ્મોને લઈને ફેન્સમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.