મિસ યુનિવર્સના તાજની કિંમત કેટલી? વિજેતાને તાજ સિવાય બીજું શું મળે છે? જાણો ખાસ વાત…

Miss Universe benefits: વિશ્વની સુંદરીઓને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 1952થી મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં મિસ યુનિવર્સ 2025નું સમાપન થઈ ગયું છે. મેક્સિકોની સુંદરી ફાતિમા બોશ વિજેતા બની છે. જેને 2024ની મિસ યુનિવર્સ વિક્ટોરિયા કજેર થેલ્વિગે તાજ પહેરાવ્યો હતો. પરંતુ ઘણા લોકોના મનમાં એ સવાલ થાય છે કે, મિસ યુનિવર્સ વિજેતાને તાજ સિવાય બીજું શું શું મળે છે? જેનો અમે જવાબ શોધી લાવ્યા છીએ.
મિસ યુનિવર્સને મળતી લક્ઝરી સુવિધાઓ
મિસ મેક્સિકો ફાતિમા બૉશે જુદા જુદા દેશોમાંથી આવેલી 130 સુંદરીઓને હરાવીને મિસ યુનિવર્સ 2025નો તાજ પોતાને નામ કર્યો છે. જેથી ફાતિમા બૉશને મિસ યુનિવર્સના તાજની સાથોસાથ ઇનામ રૂપે પણ કેટલાક પુરસ્કારો મળશે. જેમાં પ્રાઇઝ મનીનો સમાવેશ થાય છે.
જોકે, મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશને અત્યારસુધી મિસ યુનિવર્સને અપાતી રકમ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મિસ યુનિવર્સ વિજેતાને અંદાજિત 2,50,000 ડોલર એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા આપવામાં આલે છે. 2024ની મિસ યુનિવર્સ વિક્ટોરિયા કજેર થેલ્વિગેને પણ આટલી જ રકમ આપવામાં આવી હતી.
પ્રાઇઝ મનીની સાથોસાથ મિસ યુનિવર્સ વિજેતાને ન્યૂયોર્ક સિટીમાં લક્ઝરી એપોર્ટમેન્ટ પણ આપવામાં આવે છે. જોકે, આ એપાર્ટમેન્ટ વિજેતાને માત્ર એક વર્ષ માટે આપવામાં આવે છે. આ સિવાય વિજેતા સુંદરીને દર મહિને અંદાજિત 44 લાખ રૂપિયા સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. જેનો તે પોતાની લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચ કરી શકે છે.
મિસ યુનિવર્સિટીના તાજની કિંમત કેટલી
ઉલ્લેખનીય છે કે, મિસ યુનિવર્સના તાજની રકમ પણ કરોડોમાં હોય છે. મિસ યુનિવર્સ ફાતિમા બૉશને મળેલા તાજની કિંમત 5 મિલિયન એટલે કે અંદાજે 44 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. મિસ યુનિવર્સ 2025માં મનિકા વિશ્વકર્માએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પોતાના આત્મવિશ્વાસ, સ્ટાઈલ અને વિચારધારાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેણે ટોપ 30માં પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું. પરંતુ તે તાજ મેળવી શકી નથી.
આ પણ વાંચો…મિસ યુનિવર્સઃ પાકિસ્તાની સુંદરીએ એવું તે શું કહ્યું કે પાકિસ્તાનીઓ થયા ધૂંઆપૂંઆ…



