મનોરંજન

‘પંચાયત’ના સચિવજીએ ચોથી સીઝનમાં કરી કેટલી કમાણી? નીના ગુપ્તા કરતાં વધારે છે જિતેન્દ્ર કુમારની ફી

મુંબઈ: ત્રણ સીઝનની સફળતા બાદ હવે ‘પંચાયત’ની ચોથી સીઝન પણ ઓટીટી પ્લેટફોર્મ પર આવી ગઈ છે. ઘણા લોકોએ આ સીઝન જોઈ પણ લીધી હશે. ફુલેરા ગામ અને તેના સચિવજીની આસપાસ તેની વાર્તા ફરતી રહે છે. જોકે ‘પંચાયત’ સીરીઝમાં સચિવનું પાત્ર સૌને પ્રભાવિત કરે છે. મળતી માહિતી મુજબ સચિવજીનું પાત્ર ભજવનાર અભિનેતા જિતેન્દ્ર કુમાર સૌથી વધારે ફી વસૂલે છે. ‘પંચાયત’ની ચોથી સીઝનમાં જિતેન્દ્ર કુમારે કેટલી કમાણી કરી છે? આવો જાણીએ.

એક એપિસોડની કેટલી ફી લે છે જિતેન્દ્ર કુમાર?

કોરોનાકાળ દરમિયાન આવેલી ટીવીએફની ‘પંચાયત’ વેબ સીરીઝને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ આ સીરીઝની ત્રણ સીઝન આવી ગઈ છે. તાજેતરમાં ‘પંચાયત’ની ચોથી સીઝન આવી છે. જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવ જેવા જાણીતા કલાકારો ‘પંચાયત’માં પહેલી સીઝનથી જોવા મળી રહ્યા છે. પરંતુ આ ત્રણે પૈકી જિતેન્દ્ર કુમાર સૌથી વધુ ફી વસૂલે છે. ફિલ્મી મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીતેન્દ્ર કુમાર એક એપિસોડની 70 હજાર રૂપિયા ફી વસૂલે છે. ચોથી સીઝનમાં જીતેન્દ્ર કુમારે 5 લાખ 60 હજાર રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મોમાં પણ જિતેન્દ્ર કુમારે કર્યો અભિનય

જિતેન્દ્ર કુમાર બાદ નીના ગુપ્તા એક એપિસોડના 50 હજાર અને રઘુબીર યાદવ એક એપિસોડના 40 હજાર રૂપિયા ફી વસૂલે છે. ‘પંચાયત’ સિવાય જિતેન્દ્ર કુમાર ટીવીએફની ‘કોટ ફેક્ટરી’ વેબ સીરીઝમાં પણ પોતાના અભિનયનો પરચમ લહેરાવી ચૂક્યા છે. આ સિવાય તેમણે શુભ મંગલ સાવધાન, ચમન બહાર, જાદુગર, ડ્રાઈ ડે જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

અનેક લક્ઝુરિયસ કારના માલિક છે જિતેન્દ્ર કુમાર

અભિનય સિવાય જિતેન્દ્ર કુમાર બ્રાંડ એંડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પરની પોસ્ટના પ્રસારણથી પણ સારી એવી કમાણી કરે છે. આ ઉપરાંત તેઓ ઓસવાલ બુક્સ, બિંગો અને ઇન્શ્યોરન્સ દેખો જેવી અનેક બ્રાન્ડ સાથે જોડાયેલા છે. મળતી માહિતી મુજબ જિતેન્દ્ર કુમાર પાસે 88.18 લાખની મર્સિડીઢ બેન્ઝ GLS 350D, 82.10 લાખની મર્સિડીઝ બેન્ઝ ઈ-ક્લાસ, 48.43લાખની ટોયોટા ફોર્ચ્યુનર અને 42 લાખની મિની કંટ્રીમૈન કાર છે.

આઈઆઈટીમાં જિતેન્દ્ર કુમારે કર્યો છે અભ્યાસ

ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર કુમાર આઈઆઈટી ખડગપુરના પૂર્વ વિદ્યાર્થી છે. તેણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસકાળથી તેઓ અભિનયનો શોખ ધરાવતા હતા. 2012માં તેઓ ટીવીએફ સાથે જોડાયા હતા.

આ પણ વાંચો…Panchayat season 4 review: ફુલેરા ગામની પંચાયતનું શરીર ખરું, પણ આત્મા ખોવાઈ ગયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button