હિના ખાનના ટ્રેડિશનલ લૂકે ચાહકોનું દિલ જીતી લીધું
ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રીના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને સૌ કોઈ જાણે છે. ક્યારેક ટ્રેડિશનલ ડ્રેસ તો ક્યારેક બોલ્ડ ડ્રેસને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરમાં સ્લિવલેસ બ્લાઉઝ સાથે સાડીમાં ફોટોશૂટ કરાવ્યા પછી સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.
ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળતી હીના ખાને સ્લિવલેસ બ્લાઉઝ સાથે સિલ્વર કલારની સાડી પહેરી છે, જ્યારે ફક્ત હેન્ડ વિંગ્સ પહેરી છે. જોકે, એક જ કલરના આઉટફીટને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જાણીતી અભિનેત્રીએ તેના ટ્રેડિશનલ લૂકની પ્રશંસા કરી હતી, જ્યારે લાખો લોકોએ તેના પર લાઈક આપી હતી. હોટ બેબીથી લઈને લોકોએ તેની ક્વીન કહીને પણ નવાજી હતી.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. ટેલિવિઝનની જ નહીં, ફિલ્મોમાં ભૂમિકાને લઈને ચર્ચામાં રહે છે, જ્યારે તેના બોલ્ડ અને સેક્સી લૂકની સોશિયલ મીડિયા પર વિશેષ ચર્ચા રહે છે. આ લૂક પણ લોકોને વિશેષ પસંદ પડે છે.
તમારી જાણ ખાતર જણાવી દઈએ હિના ખાને તાજેતરમાં એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર પણ જોરદાર સક્રિય રહે છે, જ્યારે તેના ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યાની વાત કરીએ તો 14 મિલિયનથી વધુ છે.